Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

હોર્ન વગાડવા-ઓવરટેક મુદ્દે દંપતી સાથે મારામારી કરનાર 5 ઝડપાયા:વડોદરામાં જાહેર રોડ પર બોલાચાલી બાદ પાંચેયે મળીને દંપતી સાથે ઝઘડો કરી મારામારી કરી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
હોર્ન વગાડવા-ઓવરટેક મુદ્દે દંપતી સાથે મારામારી કરનાર 5 ઝડપાયા:વડોદરામાં જાહેર રોડ પર બોલાચાલી બાદ પાંચેયે મળીને દંપતી સાથે ઝઘડો કરી મારામારી કરી હતી
વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ ઉપર ટુ-વ્હીલરના હોર્ન વગાડવા અને ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે દંપતી સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ મામલો ઉગ્ર બનતા 5 શખ્સોએ જાહેર રોડ પર દંપતી સાથે મારામારી કરી હતી. ઘટનાની જાણ થતાં ગોરવા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 11:45 વાગયે શાસ્ત્રી બ્રિજ ઉપર ટુ-વ્હીલરના હોર્ન વગાડવા તથા ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે દંપતી સાથે પાંચ શખ્સોની બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ હતી અને આરોપીઓએ જાહેર રોડ ઉપર દંપતી સાથે મારામારી કરી હતી. આ બનાવ અંગે ગોરવા પોલીસગુનો નોંધાયો હતો. PI કે.એન. લાઠીયાના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ ટીમે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીઓ પ્રિતેશ ભરતભાઈ કપ્તાન, મયુર સંજયભાઈ માછી, અક્ષય અશોકભાઈ માછી, સાહીલ અશોકભાઈ માછી અને વિષ્ણુ લક્ષ્મણભાઈ માછી ઝડપી પાડ્યા છે અને તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan