Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની તવાઈ, 200 સ્થળે તપાસ:સુરતની પી.પી. સવાણી હોસ્ટેલની ઘટના બાદ રાજ્યવ્યાપી ડ્રાઈવ, 61ને નોટિસ, 10એ જાતે જ બંધ કરવું પડ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
હોસ્ટેલ-કેન્ટીનમાં આરોગ્ય વિભાગની તવાઈ, 200 સ્થળે તપાસ:સુરતની પી.પી. સવાણી હોસ્ટેલની ઘટના બાદ રાજ્યવ્યાપી ડ્રાઈવ, 61ને નોટિસ, 10એ જાતે જ બંધ કરવું પડ્યું
સુરતના અબ્રામા વિસ્તારમાં પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં 13 સપ્ટેમ્બરે બનેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ આરોગ્ય વિભાગે સમગ્ર રાજ્યની હોસ્ટેલ અને કેન્ટીન સામે તવાઈ બોલાવી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 14 સપ્ટેમ્બર, 2026ના સવારે 6 વાગ્યા સુધીમાં તંત્રની ટીમોએ કુલ 200 હોસ્ટેલ અને કેન્ટીનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગંભીર અસ્વચ્છતા અને અનહાઇજેનિક પરિસ્થિતિ જોવા મળતાં 10 હોસ્ટેલ/કેન્ટીન સ્વયંભૂ બંધ કરવામાં આવ્યા હતા, જ્યારે 61 સ્થળોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત ખાદ્ય ચીજોના 114 નમૂના લેવામાં આવ્યા છે અને નિયમોના ભંગ બદલ એક લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. સરકારીથી પ્રાઇવેટ હોસ્ટેલ સુધી તપાસનો ધમધમાટ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ તપાસાયેલા 200 સ્થળોમાં 47 સરકારી, 21 અર્ધસરકારી અને 132 પ્રાઇવેટ હોસ્ટેલ/કેન્ટીનનો સમાવેશ થાય છે. તંત્રની ટીમોએ હોસ્ટેલ-કેન્ટીનમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા, હાઇજેનિક સ્થિતિ સહિતની બાબતોની ચકાસણી કરી હતી. જ્યાં ખામીઓ મળી ત્યાં સ્થળ પર જરૂરી સુધારા કરવા માટે નોટિસ આપવામાં આવી છે. 100 જેટલા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર સુરતના અબ્રામા વિસ્તારમાં પી.પી. સવાણી શાળાની હોસ્ટેલમાં 13 સપ્ટેમ્બરે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી, જેમાં લગભગ 100 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અસરગ્રસ્ત થયા હતા. ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી હતી. ત્યારબાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ હોસ્ટેલ અને કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા તથા સ્વચ્છતાની સઘન ચકાસણી કરવા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને ખાસ ડ્રાઇવ હાથ ધરવા સૂચના આપી હતી. ખાદ્ય નમૂનાની ચકાસણી થશે સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન લેવામાં આવેલા 114 ખાદ્ય નમૂનાઓની નિયમ મુજબ ચકાસણી કરવામાં આવશે. ખોરાકની ગુણવત્તા અંગે કોઈ ગેરરીતિ કે નિયમભંગ સામે આવે તો સંબંધિત સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ અને ભેળસેળ કે અનહાઇજેનિક રીતે ખાદ્ય પદાર્થો પીરસનારાઓ સામે કાર્યવાહી ચાલુ રહેશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan