Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

હોટેલના રૂમ નં. 411 માં ચાલતો હતો હાર-જીતનો ખેલ:શ્રાવણ માસમાં ઇચ્છાપોર પોલીસે હોટેલ માલિક સહિત 29 લોકોને 24.13 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 13, 2026 👁 4 views
હોટેલના રૂમ નં. 411 માં ચાલતો હતો હાર-જીતનો ખેલ:શ્રાવણ માસમાં ઇચ્છાપોર પોલીસે હોટેલ માલિક સહિત 29 લોકોને 24.13 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા
સુરત શહેરના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરીની એક નવી જ પેટર્ન સામે આવી છે. ઇચ્છાપોર બસ સ્ટેશન નં. 3 પાસે આવેલી 'સનસીટી' હોટેલના ચોથા માળે આવેલ રૂમ નંબર 411ને જુગારઅડ્ડામાં ફેરવી નાખવામાં આવ્યો હતો. શ્રાવણ માસની શરૂઆત થતાં જ હોટેલના રૂમમાં સુરક્ષિત વાતાવરણ સમજીને હાર-જીતનો જુગાર રમાડવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. બાતમીના આધારે ઇચ્છાપોર પોલીસે રાત્રિના સમયે દરોડો પાડી આ હોટેલના બંધ રૂમમાંથી કાયદાના ધજાગરા ઉડાડતા 29 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. હોટેલ માલિક મહેશ ચૌધરી જ નીકળ્યો મુખ્ય સૂત્રધાર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખા કાવતરાનો મુખ્ય સૂત્રધાર હોટેલનો માલિક મહેશકુમાર હીરાભાઈ ચૌધરી (રહે. પાલ, સુરત) પોતે જ હતો. મહેશ ચૌધરીએ પોતાના સાથીદારો શાહરૂખ શરીફ શેખ, આસિફ ખાન પઠાણ અને મોહમ્મદ સાજિદ સાથે મળીને આ કાવતરું રચ્યું હતું. તેઓ સુરત શહેરના અલગ-અલગ વિસ્તારો જેવા કે લાલગેટ, સલાબતપુરા, ડિંડોલી, ઉધના અને ચોકબજારમાંથી જુગારીઓને બોલાવીને હોટેલના રૂમમાં જુગારની ક્લબ ચલાવતા હતા. 24.13 લાખનો મુદ્દામાલ જપ્ત, રોકડા, 30 મોબાઈલ અને 14 વાહનો કબ્જે ઇચ્છાપોર પોલીસે પાડેલા દરોડા દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રોકડા રૂ. 3,20,780/-, રૂ. 4,23,000 ની કિંમતના 30 નંગ ઈલેક્ટ્રોનિક મોબાઈલ ફોન, 2 ફોર-વ્હીલર, 1 ઓટો રિક્ષા અને 11 મોટરસાઈકલ (જેની કિંમત રૂ. 16,70,000/-) મળીને કુલ રૂ. 24,13,780/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંજીપાનાના 12 કેટ અને આંકડા લખેલું બોર્ડ પણ જપ્ત કરાયું છે. 29 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ આ દરોડા દરમિયાન એક મહિલા સહિત કુલ 29 ઇસમોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ સામે ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ સુરતમાં હોટેલો અને રિસોર્ટના નામે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે અને આગામી દિવસોમાં હોટેલના લાઇસન્સ રદ કરવા સહિતની સખત કાર્યવાહી કરવામાં આવી શકે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan