Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હોટલમાં સગીરા પર દુષ્કર્મ આચરી યુવકે સ્પાય વીડિયો બનાવ્યો:પીડિતાના માતાપિતા અને સાસરીમાં મોકલતા મામલો બહાર આવ્યો, આરોપીની ધરપકડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
હોટલમાં સગીરા પર દુષ્કર્મ આચરી યુવકે સ્પાય વીડિયો બનાવ્યો:પીડિતાના માતાપિતા અને સાસરીમાં મોકલતા મામલો બહાર આવ્યો, આરોપીની ધરપકડ
અમદાવાદના દસ્ક્રોઈ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી યુવક હોટલમાં દુષ્કર્મ આચર્યુ અને સગીરાની જાણ બહાર વીડિયો બનાવી લીધો. આ વીડિયો પીડિતાના માતાપિતા અને સાસરીમાં મોકલતા સમગ્ર મામલો બહાર આવ્યો. ફરિયાદ બાદ પોલીસે આરોપીને દબોચી લીધો. સ્નેપચેટ એપ્લિકેશનથી બંને સંપર્કમાં આવ્યા'તા મળતી માહિતી મુજબ દસ્ક્રોઈ તાલુકાના એક ગામમાં 16 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે લગભગ આઠેક મહિના પહેલા એની માતાના મોબાઇલમાં સ્નેપ ચેટ એપ્લિકેશન મારફતે તેને જયદીપ રબારી નામના ડ્રાઇવિંગ કરનાર યુવક સાથે થઈ હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા ત્યારબાદ જ્યારે સ્કૂલની રીસીપ્ટ લેવા માટે ગઈ હતી ત્યારે જયદીપને મળી હતી. નાના ચિલોડા ખાતે આવેલા ધ બિઝનેસ હબ નામના કોમ્પ્લેક્સમાં આવેલી હોટલમાં બંને ગયા હતા જ્યાં જયદીપ એ તેની સાથે લગ્ન કરવાની વાત કરી અને તેઓએ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ 15 દિવસ પછી ફરીથી એ જ હોટલમાં ગયા હતા જ્યાં સગીરાએ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે સગીરા નીકળવા જતી હતી તે દરમિયાનમાં જયદીપ એ તેને પકડી અને બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. હું તારી સાથે લગ્ન નથી કરવાનો ને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી જતો રહ્યો હતો. ત્યારબાદ ડરના માર્યા સગીરાએ ઘરમાં કોઈને કહ્યું નહોતું. માતાપિતા અને સાસરીમાં વીડિયો મોકલતા ભાંડો ફૂટ્યો અઠવાડિયા પહેલા સગીરાનો શારીરિક સંબંધ બાંધતા હોવા અંગેનો વીડીયો તેના માતા-પિતા અને સાસરીમાં પહોંચ્યો હતો. જેથી સગીરાએ તેની સાથેની આ તમામ હકીકત તેના માતા-પિતાને કહી હતી. જયદીપ રબારી દ્વારા શારીરિક સંબંધનો વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો તેની તને ખબર નહોતી. આ મામલે સગીરાના પિતા દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં જયદીપ વિરુધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી જયદીપ રબારીની ધરપકડ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan