Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

HTAT આંતરિક બદલી કેમ્પ:જિલ્લામાં 101 જગ્યા ખાલી છતાં આચાર્ય બનવામાં શિક્ષકોનો ઓછો રસ, હાજર 20માંથી માત્ર 12 શિક્ષકોએ જ પસંદગી કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
HTAT આંતરિક બદલી કેમ્પ:જિલ્લામાં 101 જગ્યા ખાલી છતાં આચાર્ય બનવામાં શિક્ષકોનો ઓછો રસ, હાજર 20માંથી માત્ર 12 શિક્ષકોએ જ પસંદગી કરી
મહેસાણા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં આચાર્યની આશરે 101 ખાલી જગ્યાઓ ભરવા માટે મંગળવારે જોટાણા ખાતે HTAT શિક્ષકોનો આંતરિક બદલી કેમ્પ યોજાયો હતો. જોકે, ખાલી જગ્યાઓની સંખ્યા સામે કેમ્પમાં શિક્ષકોનો પ્રતિસાદ ઓછો જોવા મળ્યો હતો. અગ્રતા અને સિનિયોરિટી સહિતની વિવિધ કેટેગરીના માત્ર 20 શિક્ષકો જ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી 12 શિક્ષકોએ અન્ય શાળામાં આચાર્ય તરીકે આંતરિક બદલીનો લાભ લીધો હતો, પસંદગીની શાળા ન મળતાં 8 શિક્ષકોએ બદલીની તક જતી કરી હતી. હવે બુધવારે વેકેશન પહેલાંના અંતિમ દિવસે જોટાણા ખાતે HTAT શિક્ષકોનો જનરલ આંતરિક બદલી કેમ્પ યોજાશે. મંગળવારના કેમ્પમાં 12 શિક્ષકોની બદલી થતાં તેમની મૂળ શાળાઓમાં ખાલી પડનારી જગ્યાઓનો પણ સમાવેશ કરાશે. આમ, આશરે 101 જગ્યાઓ માટે જનરલ કેમ્પમાં પ્રક્રિયા હાથ ધરાશે. આજે છેલ્લો દિવસ, ગુરુવારથી 21 દિવસનું વેકેશન જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ બુધવાર સુધી શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. ગુરુવાર, 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. 21 દિવસના વેકેશનને પગલે વિદ્યાર્થીઓમાં પ્રવાસ, ટૂર અને વતનમાં જઈ પરિવાર સાથે દિવાળીની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 26 નવેમ્બરથી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan