Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ઇડરમાં ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા:સાબરકાંઠા SOGએ ઇકો કારમાંથી બંદૂક સાથે રાજસ્થાનના બે આરોપી પકડ્યા;શિકારના ઇરાદે નીકળ્યા હતા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
ઇડરમાં ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સ ઝડપાયા:સાબરકાંઠા SOGએ ઇકો કારમાંથી બંદૂક સાથે રાજસ્થાનના બે આરોપી પકડ્યા;શિકારના ઇરાદે નીકળ્યા હતા
સાબરકાંઠા જિલ્લામાં આગામી તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરી દરમિયાન સાબરકાંઠા SOGની ટીમે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. SOG ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇડર તરફથી આવતી ઇકો કારમાં બે શખ્સો કમાલપુર ગામની સીમમાં શિકાર કરવા જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કમાલપુર સીમમાં વોચ ગોઠવીને કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈને કારમાં સવાર બંને શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે અડધો કિલોમીટર પીછો કરીને બંનેને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ગેરકાયદે બંદૂક કબજે કરીને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝાડી-ઝાંખરામાં પીછો કરીને આરોપીઓને ઝડપ્યા SOG પોલીસે કમાલપુર ગામની સીમમાં નાકાબંધી કરીને શંકાસ્પદ ઇકો કારને રોકવા ઈશારો કર્યો હતો. પરંતુ કારમાંથી ઉતરીને બંને શખ્સોએ ઝાડી-ઝાંખરા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અડધો કિલોમીટર સુધી પીછો કરીને બંને આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી લીધા હતા. ગેરકાયદે હથિયાર જપ્ત કરી ઇડર પોલીસને સોંપ્યા પોલીસે પકડાયેલા બંને શખ્સો પાસેથી દેશી ગેરકાયદેસર બંદૂક અને ઇકો કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઇડર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. રાજસ્થાનના બે આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો ઝડપાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના કોટડા તાલુકાના અર્જુનભાઈ લૌર અને રમેશભાઈ બુબડીયાનો સમાવેશ થાય છે. પોલીસે બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan