Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા

📰 Sandesh 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
India: મહારાષ્ટ્રના સૌથી શ્રીમંત MLA પરાગ શાહ બન્યા 'ભિખારી'; રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા
મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાં સ્થાન ધરાવતા અને જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર તેમજ મુંબઈના ઘાટકોપર પૂર્વ બેઠકના ભાજપના ધારાસભ્ય પરાગ શાહનો એક આશ્ચર્યજનક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આશરે 3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ધારાસભ્ય મુંબઈની શેરીઓમાં સામાન્ય ભિખારીના વેશમાં ફરતા જોવા મળી રહ્યા છે. મુંબઈના અબજોપતિ MLA પરાગ શાહ મળતી વિગતો અનુસાર, પરાગ શાહે આ અનોખો પ્રયોગ પોતાના જૈન ગુરુ (ધાર્મિક નેતા) ની સલાહ પર કર્યો હતો. ગુરુએ તેમને અહંકાર ઓગાળવા, જીવનની કડવી વાસ્તવિકતાઓને નજીકથી સમજવા અને મનમાં નમ્રતાનો અનુભવ કરવા માટે પોતાનું પાત્ર બદલીને એક દિવસ ભિખારીના રૂપે શેરીઓમાં વિતાવવાની શિખામણ આપી હતી. અબજોપતિ MLA બન્યા ભિખારી! આખો દિવસ મુંબઈના રસ્તાઓ પર સાધારણ કપડાં અને વેશભૂષામાં ફરવા છતાં મોટાભાગના નાગરિકો દેશના આ અબજોપતિ નેતાને ઓળખી શક્યા નહોતા. પરાગ શાહે સામાન્ય ભિક્ષુકની જેમ સમય વિતાવીને લોકોનો વ્યવહાર અને તેમની પ્રતિક્રિયાઓને ખૂબ નજીકથી નિહાળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ તેને આત્મનિરીક્ષણ અને સરળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી રહ્યા છે. રસ્તા પર ફરવા છતાં લોકો ઓળખી ન શક્યા ઉલ્લેખનીય છે કે, પરાગ શાહે 2017માં BMC ચૂંટણીમાં કૌન્સિલર તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ 2019 અને 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઘાટકોપર પૂર્વથી મોટા માર્જિનથી જીત મેળવી હતી. 2024ના સોગંદનામા મુજબ તેમની અને પત્નીની કુલ સંપત્તિ 3,383 કરોડ રૂપિયાથી વધુ છે, જે તેમને દેશના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક બનાવે છે. આ પણ વાંચો: Navsari: વાંસદામાં 12.50 લાખની આંગડિયા લૂંટ ચલાવી આશ્રમમાં મહંતનો શિષ્ય બન્યો, પોલીસથી બચવા સતત લોકેશન બદલ્યા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan