Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

IndiGo ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરની તબિયત બગડતા લેવાયો નિર્ણય

📰 Sandesh 🕐 1 min read 📅 August 19, 2026 👁 3 views
IndiGo ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ, મુસાફરની તબિયત બગડતા લેવાયો નિર્ણય
રાજસ્થાનના જયપુરમાં ઈન્ડિગોની ફ્લાઈટનું મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરતથી જયપુર જઈ રહેલી ફ્લાઈટમાં એક મુસાફરની અચાનક તબિયત બગડતાં પાઈલટે મેડિકલ ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફ્લાઈટમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી મળતી માહિતી મુજબ, આ ઘટના ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-6852 સાથે બની હતી. ફ્લાઈટમાં મુસાફરની તબિયત ખરાબ થતાં કેબિન ક્રૂ અને અન્ય સ્ટાફ દ્વારા તેને વિમાનમાં જ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર બાદ પણ મુસાફરની તબિયતમાં પૂરતો સુધારો ન થતાં સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને જયપુર એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 5:36 વાગ્યે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું બુધવારે સાંજે આશરે 5:36 વાગ્યે ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ જયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી. હાલ મુસાફરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની તબિયત અંગે વધુ વિગતવાર માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં મુસાફરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને નજીકના યોગ્ય એરપોર્ટ પર ઉતારવાનો નિર્ણય લેવામાં આવે છે. આ કિસ્સામાં પણ મુસાફરની તબિયત વધુ ન બગડે અને તેને સમયસર તબીબી સારવાર મળી રહે તે માટે જયપુરમાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આકસ્મિક મેડિકલ ઈમરજન્સી છતાં ફ્લાઈટનું લેન્ડિંગ સુરક્ષિત રીતે કરવામાં આવ્યું હતું. મુસાફરને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ જરૂરી તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો : Congress: શિક્ષા વ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષાથી લઈ યુવા સુધી... CWCની બેઠકમાં મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan