top
હિમાલયન સોલાર IPOનું એલાન, જાણો પ્રાઈસ બેન્ડથી લઈને કંપની વિશે તમામ વિગત
સોલાર પીવી મોડ્યુલ્સ અને સોલાર એનર્જી સોલ્યુશન્સના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતમાં ઝડપથી ઉભરી રહેલી અગ્રણી કંપની હિમાલયન સોલાર લિમિટેડ (Himalayan Solar Limited) તેના આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) સાથે શેરબજારમાં પ્રવેશ કરવા જઈ રહી છે. કંપનીએ તેના આઈપીઓ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 98 થી રૂ. 103 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ઇશ્યૂ સબ્સ્ક્રિપ્શન માટે શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2026 ના રોજ ખુલશે અને મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2026 ના રોજ બંધ થશે. IPO ઈશ્યૂ સાઈઝ અને એલોકેશન હિમાલયન સોલાર લિમિટેડ આ આઈપીઓ દ્વારા કુલ રૂ. 6,802.94 લાખ એકત્ર કરવાની યોજના ધરાવે છે અને કંપનીના શેર NSE Emerge પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. આ બુક બિલ્ડિંગ આઈપીઓમાં રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા 58,90,800 સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને 7,14,000 સુધીના ઇક્વિટી શેરનો ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. માર્કેટ મેકર કોટા: 3,31,200 ઇક્વિટી શેર નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII): ઓછામાં ઓછા 18,79,200 ઇક્વિટી શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs): 12,55,200 સુધીના ઇક્વિટી શેર રિટેલ (વ્યક્તિગત) રોકાણકારો: ઓછામાં ઓછા 31,39,200 ઇક્વિટી શેર ફંડનો ઉપયોગ ક્યાં થશે? કંપની આઈપીઓમાંથી મેળવેલી રકમનો ઉપયોગ નીચે મુજબના વિસ્તરણ અને કાર્યકારી હેતુઓ માટે કરશે. આ પણ વાંચો: એરટેલ ફેમિલી પોસ્ટપેડ યુઝર્સ માટે ખુશખબર, આ પ્લાનમાં મફત મળશે એપલ આઈક્લાઉડ+, એપલ ટીવી અને ગેમિંગ નો લાભ કેપિટલ એક્સપેન્ડીચર: રૂ. 1,298.30 લાખ સુધીની રકમ વર્તમાન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના એક્સપાન્શન, અપગ્રેડેશન અને નવા પ્લાન્ટ-મશીનરીની ખરીદી માટે. કરજ ચુકવણી: રૂ. 211.99 લાખ સુધીની રકમ બાકી ઉધારના રિપેમેન્ટ/પ્રી-પેમેન્ટ માટે. વર્કિંગ કેપિટલ: રૂ. 2,950 લાખ સુધીની રકમ કંપનીની વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે. સામાન્ય કોર્પોરેટ હેતુ: બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટ કામગીરી માટે થશે. કંપનીનો પ્રોફાઇલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ વર્ષ 2015 માં સ્થપાયેલી હિમાલયન સોલાર લિમિટેડ ઇન્ટીગ્રેટેડ ટર્નકી સોલાર એનર્જી સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપની મુખ્યત્વે સોલાર વોટર પમ્પિંગ સિસ્ટમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાઇનિંગ, મેન્યુફેક્ચરિંગ, સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગની સેવાઓ પૂરી પાડે છે. કંપની હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની સરકારો સાથે પ્રતિષ્ઠિત સોલાર પાર્ટનર તરીકે જોડાણ ધરાવે છે. તેમજ ક્વોલિટી મેનેજમેન્ટ માટે કંપની ISO 9001:2015 પ્રમાણપત્ર ધરાવે છે. નાણાકીય વર્ષ 2026 ની કામગીરી કંપનીએ રૂ. 17,034.32 લાખની આવક અને રૂ. 2,066.61 લાખનો ચોખ્ખો નફો (PAT) નોંધાવ્યો છે, જેમાં PAT માર્જિન 12.13% રહ્યું છે. (નાણાકીય વર્ષ 2025 માં આવક રૂ. 14,243.73 લાખ અને PAT રૂ. 1,643.06 લાખ હતો).
Read full article on The Indian Express