top
સ્થાનિક કંપનીઓ, હોસ્પિટલ અને બેંકિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા પસંદગી પ્રક્રિયા:પોરબંદર ITI ખાતે ઔદ્યોગિક ભરતી મેળામાં 67 પૈકી 19 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
પોરબંદરના આઈ.ટી.આઈ.ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો જેમાં 67 ઉમેદવારોના સ્થાનિક કંપનીઓ, હોસ્પિટલ અને બેંકિંગ ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રકિયામાં 19 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી. પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારાઆઈ.ટી.આઈ. પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું સફળ આયોજન સંપન્ન થયું હતું. આ ભરતી મેળા અંતર્ગત જિલ્લાના આશરે 1,000 જેટલા નોંધાયેલા ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે પૈકી 67 ઉમેદવારોએ રૂબરૂ ઉપસ્થિત રહીને ઉત્સાહભેર ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ મેળામાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, શ્રી રામ એન્ટરપ્રાઇઝ, હોટેલ કાવેરી ઇન્ટરનેશનલ, માધવ સ્ટેશનરી, ધન્યતા હોસ્પિટલ તેમજ ITM સ્કિલ એકેડેમી ના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી જોબ પ્રોફાઇલ અને ખાલી જગ્યાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. ઉમેદવારોની યોગ્યતા અને કૌશલ્યના આધારે 19 ઉમેદવારોને પ્રાથમિક તબક્કે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
Read full article on Divya Bhaskar