Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

જામનગરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ) દ્રારા એક્ઝિમ કોન્ક્લેવ 2026 યોજાયો:“જામનગર બિયોન્ડ બોર્ડર્સ, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રિયલ પોટેન્શિયલ ઇન્ટુ ગ્લોબલ માઇટ" વિષય અંતર્ગત ચર્ચા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
જામનગરમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(એએમએ) દ્રારા એક્ઝિમ કોન્ક્લેવ 2026 યોજાયો:“જામનગર બિયોન્ડ બોર્ડર્સ, ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રિયલ પોટેન્શિયલ ઇન્ટુ ગ્લોબલ માઇટ" વિષય અંતર્ગત ચર્ચા
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્વારા જામનગરમાં એક્ઝિમ કોન્ક્લેવ 2026 યોજાયો. તેનો હેતુ જામનગરની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક બજાર સાથે જોડવાનો અને ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપારની નવી દિશાઓથી વાકેફ કરવાનો હતો.જીઓજી-એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI) અને એક્સિસ બેંકના સહયોગથી કોન્ક્લેવ યોજ્યો હતો. કાર્યક્રમ લોર્ડ્સ ઇકો ઇન, જીઆઈડીસી ફેઝ III, દારેડ, જામનગર ખાતે યોજાયો હતો. તેની થીમ ‘જામનગર બિયોન્ડ બોર્ડર્સ: ટ્રાન્સફોર્મિંગ ઇન્ડસ્ટ્રિયલ પોટેન્શિયલ ઇનટુ ગ્લોબલ માઇટ’ હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં રીજનલ મેનેજર શોભના રાઠોડે ‘પાયોનિયરિંગ નેશનલ ગ્રોથ: ગુજરાત’સ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી શેપિંગ ઇન્ડિયા’સ ગ્લોબલ ફૂટપ્રિન્ટ’ વિષય પર મુખ્ય પ્રવચન આપ્યું હતું.જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમણીકભાઈ અકબરી, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયા અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સિનિયર મેનેજર દિશાંક પંચાલે સ્વાગત પ્રવચન આપ્યું હતું.ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એનએબીએલના ડેપ્યુટી ડાયરેક્ટર ચંદ્રકાંત સોલંકીએ ‘બેન્ચમાર્કિંગ ક્વોલિટી ફોર ગ્લોબલ ટ્રેડ: એનએબીએલ ટેસ્ટિંગ, પ્રીસિઝન મેટ્રોલોજી અને ઇન્ટરનેશનલ ઓડિટ્સ’ વિષય પર સત્ર લીધું હતું. એએમએ એક્ઝિમ ફેકલ્ટી ચેતન ભોજાણીએ ‘ગ્લોબલ માર્કેટ એક્સેસ: સીએપીએ, ઈસીટીએ અને ઈએફટીએ દ્વારા નિકાસમાં વિવિધતા’ વિષય પર માસ્ટરક્લાસ લીધો હતો. તેમણે ‘સ્પર્ધાત્મક બજારમાં ખરીદદારો કેવી રીતે શોધવા’ વિષય પર પણ સત્ર સંબોધ્યું હતું. એક્સિસ બેંકના ટ્રેઝરી પ્રોડક્ટ્સ વિભાગના સિનિયર મેનેજર અતુલ નારિયા, સર્વિસ વિભાગના સિનિયર મેનેજર રવિ ઝિંઝુવાડિયા અને સીએ હાર્દિપસિંહ જાડેજાએ નિકાસ નાણાંકીય વ્યવસ્થાપન પર સત્ર લીધું હતું. જાડેજા એચપી જાડેજા એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના છે અને આઈસીએઆઈની જામનગર શાખાના ચેરમેન છે. સત્રનો વિષય ક્રેડિટ, ચલણના ભાવમાં ફેરફાર અને ખરીદદારના જોખમનું સંચાલન હતો. ડિજીએક્સએલટીના સ્થાપક અને મેનેજિંગ પાર્ટનર અમિત સાલુજાએ એઆઈ, રોબોટિક્સ અને રિયલ-ટાઇમ કામગીરીના વિશ્લેષણ દ્વારા કામગીરીમાં ફેરફાર અંગે સત્ર લીધું હતું. દિશાંક પંચાલે સમાપન કર્યું અને આભાર માન્યો હતો. કાર્યક્રમમાં જામનગરની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક બજાર સાથે જોડવા એક દિવસીય ઔદ્યોગિક પ્રદર્શન અને માર્ગદર્શન માટે કન્સલ્ટેશન ડેસ્ક પણ રાખવામાં આવ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan