top
જામનગરમાં સ્વદેશી હસ્તકલા હાટનો શુભારંભ:શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ઉદ્ઘાટન કર્યું; 17 ઓક્ટોબર સુધી હસ્તકલા પ્રદર્શન-વેચાણ યોજાશે
જામનગરના પ્રદર્શન મેદાન ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે "સ્વદેશી હસ્તકલા હાટ" નો શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ ઈન્ડેક્સ્ટ-સી દ્વારા આયોજિત આ 7 દિવસીય હાટ 11 થી 17 ઓક્ટોબર 2026 સુધી ચાલશે. આ હસ્તકલા પ્રદર્શનનો મુખ્ય હેતુ ગ્રામ્ય કારીગરોને માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડીને તેમની આજીવિકા વધારવાનો છે. 16 જિલ્લાના કારીગરોએ લીધો ભાગ આ આયોજનમાં રાજ્યના 16 જિલ્લાઓમાંથી 71 જેટલા કારીગરો, મંડળીઓ અને સખી મંડળો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ પ્લેટફોર્મ મારફતે ગ્રામીણ અને હસ્તકલા ક્ષેત્રે જોડાયેલા કલાકારોને પોતાની પ્રોડક્ટ્સ સીધી ગ્રાહકો સુધી પહોંચાડવાની શ્રેષ્ઠ તક મળી રહી છે. વિવિધ હસ્તકલા વસ્તુઓનું પ્રદર્શન હાટમાં ભરતકામ, બાંબુવર્ક, લેધરવર્ક, ઈમિટેશન જ્વેલરી, પેચવર્ક, મોતીકામ, વુલનીટીંગ, બ્લોક પ્રિન્ટીંગ અને માટીકામ જેવી અનેક પ્રખ્યાત વાનગીઓ અને વસ્તુઓ પ્રદર્શન તથા વેચાણ અર્થે મૂકવામાં આવી છે. મુલાકાતીઓ માટે નવરાત્રીના પર્વમાં આકર્ષક ખરીદી કરવાનો ઉત્તમ અવસર સર્જાયો છે. મંત્રીએ ખરીદી કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું ઉદ્ઘાટન બાદ મંત્રી રિવાબા જાડેજાએ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને સ્વયં વસ્તુઓની ખરીદી કરીને કારીગરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે જામનગરની જનતાને પણ આ હાટની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજન આ પ્રસંગે મેયર મોનીકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષ નેતા અમર મોદી અને શહેર પ્રાંત અધિકારી સુધીર બારડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન આપતું આ આયોજન શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યું છે.
Read full article on Divya Bhaskar