top
જામસરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ મોડેલ રજૂ કર્યા:‘ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન’ વિષય હેઠળ બે શાળા તાલુકા કક્ષા માટે પસંદ
વાંકાનેર તાલુકાની શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા ખાતે જામસર CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-2026 યોજાયું. આ પ્રદર્શનનો મુખ્ય વિષય ‘ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન’ હતો. જામસર CRC હેઠળની વિવિધ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત, ટેકનોલોજી, પર્યાવરણ અને નવીન વિચારો દર્શાવતી વિવિધ કૃતિઓ અને મોડેલ રજૂ કર્યા. દેત્રોજા તૃપલકુમારી અને ભાટિયા અમિતભાઈએ તમામ કૃતિઓનું મૂલ્યાંકન કર્યું. જામસર તાલુકા શાળા અને સમથેરવા પ્રાથમિક શાળાની કૃતિઓને તાલુકા કક્ષાના પ્રદર્શન માટે પસંદ કરવામાં આવી. ભાગ લેનાર વિદ્યાર્થીઓને નરેન્દ્રસિંહ એસ. ચૌહાણ, સોલંકી વિનોદભાઈ અને અન્ય આચાર્યોના હસ્તે શિલ્ડ, પ્રમાણપત્ર અને ડોમ્સની કિટ અપાઈ. આવા પ્રદર્શનોથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ વધે અને પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન મળે તેવો હેતુ હતો. શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાના આચાર્ય આદ્રોજા જીગ્નેશભાઈ, વિનુભાઈ વાઘેલા અને શાળાના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.
Read full article on Divya Bhaskar