Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Jaipur : FCRA રજિસ્ટ્રેશન વિના રૂપિયા 2.20 કરોડનું વિદેશી ફંડ મળ્યાની માહિતી, EDએ બે સ્થળે દરોડા પાડ્યા

📰 Sandesh 🕐 1 min read 📅 August 22, 2026 👁 3 views
Jaipur : FCRA રજિસ્ટ્રેશન વિના રૂપિયા 2.20 કરોડનું વિદેશી ફંડ મળ્યાની માહિતી, EDએ બે સ્થળે દરોડા પાડ્યા
ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED)ના જયપુર ઝોનલ ઓફિસે 21 ઓગસ્ટ 2026ના રોજ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA) હેઠળ જયપુરમાં બે સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિદેશી ફંડના કથિત દુરુપયોગ સાથે જોડાયેલા કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. વિદેશી નાણાં FCRA રજિસ્ટ્રેશન વિના મેળવવામાં આવ્યા હતા કે નહીં ? EDના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન એવી માહિતી મળી હતી કે પાદરી રવિ મોહન પહાડિયા, જે Hope Ministry સાથે જોડાયેલા પ્રોટેસ્ટન્ટ મિશનરી છે, તેમને અંદાજે રૂ. 2.20 કરોડનું વિદેશી ફંડ મળ્યું હોવાની આશંકા છે. EDના દાવા પ્રમાણે આ રકમ અમેરિકાના એક દાતા થોમસ યુજિન લિંચ પાસેથી મળી હોવાનું સામે આવ્યું છે. તપાસ એ દિશામાં પણ કરવામાં આવી રહી છે કે આ વિદેશી નાણાં FCRA રજિસ્ટ્રેશન વિના મેળવવામાં આવ્યા હતા કે નહીં અને જાહેર કરાયેલા હેતુ સિવાય અન્ય પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ થયો હતો કે નહીં. EDને મળેલી માહિતી અનુસાર, આ ફંડનો ઉપયોગ જયપુરમાં SC-વાલ્મિકી સમુદાય તથા દક્ષિણ રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ અને પ્રચારાત્મક પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હોવાની આશંકા છે. અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવશે EDએ જણાવ્યું છે કે કેસમાં FEMA, 1999ની જોગવાઈઓ હેઠળ તપાસ આગળ વધારવામાં આવી રહી છે. સર્ચ દરમિયાન મળેલા દસ્તાવેજો અને અન્ય સામગ્રીની તપાસ કરવામાં આવશે. વિદેશી ભંડોળના સ્ત્રોત, તેના ઉપયોગ તથા સંબંધિત નાણાકીય વ્યવહારો અંગે પણ તપાસ ચાલી રહી છે. EDની તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ હકીકતો અને સંભવિત કાયદાકીય કાર્યવાહી અંગે સ્પષ્ટતા થઈ શકે છે. આ પણ વાંચો : Delhi : વિદેશમાંથી 20થી વધુ તીર્થંકરોની મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવી, પ્રાકૃતને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાયો: રાજનાથ સિંહ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan