politics
Jamnagar News: ઉંડ-1 કેનાલમાંથી પાણી છોડવાની માગ સાથે ખેડૂતો મેદાને, ધારાસભ્યના ઘર સામે ધરણા
જામનગર પંથકમાંથી ખેડૂતોના પ્રશ્ને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જામનગર ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની પ્રબળ માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. પૂરતા પાણીના અભાવે ખેડૂતોની મુશ્કેલીઓ વધતા તેઓ આક્રમક મિજાજમાં જોવા મળી રહ્યા છે. 8 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ફલ્લા સેક્શન અંતર્ગત સોયલ, મજોઠ, નેસડા, વાવડી અને લીંબુડા સહિતના કુલ 8 જેટલા ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ગામોના સ્થાનિક ડેમો તથા નાના ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને પાક સંરક્ષણ અને સિંચાઈ માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘરે પહોંચી ખેડૂતો દ્વારા ધરણા ખેડૂતોની આ ગંભીર સમસ્યાને લઈને ફલ્લા સેક્શનના ખેડૂતો સ્થાનિક ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં માંગણીઓ સંતોષવામાં આવે તે માટે ખેડૂતો દ્વારા ધારાસભ્યના ઘર સામે જ બેસીને ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની સ્પષ્ટ માગ છે કે, સૌની યોજના અથવા અન્ય ઉપલબ્ધ ડેમમાંથી ફલ્લા સેક્શનની કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જેથી તેમના ઊભા પાકને બચાવી શકાય. આ પણ વાંચો: Jamnagar: દરેડમાં 17 વર્ષીય સાગર ખરા પર પાઇપ-ધોકાથી હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત
Read full article on Sandesh