top
Jeera Price Today Gujarat: ઊંઝા એપીએમસીમાં જીરાનો મહત્તમ ભાવ રુ. 5,630 બોલાયો, ગુજરાતના કયા માર્કેટ યાર્ડમાં કેટલો ભાવ મળ્યો?
Jeera Price Today Gujarat (November 3, 2026) | જીરા નો ભાવ આજનો: રાજ્યભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં જીરાના બજાર ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. આજે ગુજરાતના 24 યાર્ડોમાં જીરાના ઊંચા ભાવ રુ. 4,800થી લઈને રુ. 5,630 પ્રતિ મણ (20 કિલો) સુધી બોલાયા હતા.આજે 3 નવેમ્બર 2026ના રોજ સમગ્ર રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ જીરાના મુખ્ય વેપાર કેન્દ્ર ગણાતા ઊંઝા એપીએમસીમાં રુ. 5,630 બોલાયો હતો. જ્યારે પાટણ જિલ્લાનું રાધનપુર એપીએમસી રુ. 5,501 અને સૌરાષ્ટ્રમાં ગોંડલ એપીએમસી રુ. 5,261ના ઊંચા ભાવ રહ્યા હતા. સારી ગુણવત્તાવાળા માલમાં ખેડૂતોને મોટાભાગના યાર્ડમાં રુ. 5,000થી વધુના ભાવ મળ્યા હતા.
Read full article on Gujarati Jagran