crime
'જેલના નિયમો તોડનારને ટ્રાન્સફર ન કરાય!' સુરતથી વડોદરા જેલમાં જવા માગતા હત્યાના આરોપીની અરજી કોર્ટે ફગાવી
વડોદરામાં હત્યાના ગુનામાં સુરત જેલમાં બંધ ચિરાગ પંડ્યાની વડોદરા જેલમાં ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવી દીધી છે. તેણે પરિવારની મુલાકાત અને સુરક્ષાનું કારણ આપ્યું હતું. જોકે, સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી અગાઉ વડોદરા જેલમાં નિયમોનું ઉલ્લંઘન કરી, મારામારી અને મોબાઈલ ફોન રાખવા જેવી ગેરપ્રવૃત્તિઓમાં સામેલ હતો. કોર્ટે જેલનું વાતાવરણ ડહોળનારની અરજી નામંજૂર કરી, સુરક્ષા જોખમાઈ શકે તેવી શક્યતા ટાંકી હતી.
Read full article on Gujaratsamachar