Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Jharkhandના પૂર્વ મંત્રી આલમગીર આલમને સુપ્રીમ કોર્ટનો ઝટકો, મની લોન્ડરિંગ કેસમાં ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ

📰 Sandesh 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
Jharkhandના પૂર્વ મંત્રી આલમગીર આલમને સુપ્રીમ કોર્ટનો ઝટકો, મની લોન્ડરિંગ કેસમાં ડિસ્ચાર્જ અરજી ફગાવાઈ
Jharkhandના પૂર્વ ગ્રામ વિકાસ મંત્રી આલમગીર આલમને ટેન્ડર કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ઝારખંડ હાઈકોર્ટના તે નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે, જેમાં આલમગીર આલમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવામાં આવી હતી. આ સાથે કેસના આરોપોમાંથી મુક્ત કરવાની તેમની માંગ પણ ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં બે જજની બેન્ચ સમક્ષ સુનાવણી આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બેન્ચ સમક્ષ થઈ હતી. આ પહેલાં રાંચીની વિશેષ PMLA કોર્ટે આલમગીર આલમની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી. ત્યારબાદ તેમણે ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને અરજી ફગાવી દીધી હતી. તપાસ દરમિયાન ₹37.55 કરોડ રોકડા મળ્યાનો દાવો ઝારખંડ હાઈકોર્ટના 6 મે 2026ના ચુકાદા મુજબ, ED દ્વારા રજૂ કરવામાં આવેલી સામગ્રીમાં ટેન્ડર ફાળવણીના બદલામાં કથિત કમિશનની વસૂલાત અને તેમાં આલમગીર આલમની કથિત ભૂમિકા અંગેના દસ્તાવેજો તથા નિવેદનો સામેલ હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે ડિસ્ચાર્જના તબક્કે કોર્ટને એ જોવાનું હોય છે કે આરોપી સામે પ્રથમદર્શી કેસ બને છે કે નહીં. EDના દસ્તાવેજો અનુસાર, મે 2024માં વિવિધ સ્થળોએ કરાયેલી તપાસ દરમિયાન લગભગ ₹37.55 કરોડ રોકડા મળ્યા હતા. ટેન્ડર ફાળવણીના બદલામાં કથિત કમિશન EDના જણાવ્યા મુજબ, તપાસમાં ગ્રામ્ય કાર્ય વિભાગમાં ટેન્ડર ફાળવવાના બદલામાં કોન્ટ્રાક્ટરો પાસેથી કથિત કમિશન વસૂલવાની વ્યવસ્થા હોવાની માહિતી મળી હતી. એજન્સીના આરોપ મુજબ, કુલ ટેન્ડર રકમના લગભગ 3.2 ટકા કમિશન લેવામાં આવતું હતું, જેમાં તત્કાલીન મંત્રી માટે લગભગ 1.5 ટકા હિસ્સો નક્કી કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચુકાદામાં ED દ્વારા રજૂ કરાયેલા નિવેદનો અને જપ્ત કરાયેલા દસ્તાવેજોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટની સ્પષ્ટતા હાઈકોર્ટે કહ્યું કે હાલના પુરાવા જોતા આલમગીર આલમની ભૂમિકા હોવાની શક્યતા દેખાય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ દોષિત સાબિત થઈ ગયા છે. કોર્ટનો આ નિર્ણય માત્ર કેસના આ તબક્કા પૂરતો છે. આ પણ વાંચો: સોરેન સરકારને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો, JPSC પરીક્ષા રદ કરવાના નિર્ણય પર લગાવી રોક
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan