Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ઝઘડો થતાં બાળકીને જીનિંગ મીલ પાસે મૂકી પ્રેમી યુગલ ફરાર:પાટણ LCBએ બંનેને ઝડપ્યા, કઠીવાડા પાસે ત્યજી દેવાયેલી 6થી 7 મહિનાની બાળકીના ગુનાનો ભેદ ઉકેલાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
ઝઘડો થતાં બાળકીને જીનિંગ મીલ પાસે મૂકી પ્રેમી યુગલ ફરાર:પાટણ LCBએ બંનેને ઝડપ્યા, કઠીવાડા પાસે ત્યજી દેવાયેલી 6થી 7 મહિનાની બાળકીના ગુનાનો ભેદ ઉકેલાયો
પાટણના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઠીવાડા નજીક બંધ જીનિંગ મીલના કમ્પાઉન્ડમાંથી 12 સપ્ટેમ્બરે 6 થી 7 મહિનાની બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. આ કેસનો ભેદ LCBએ ઉકેલ્યો છે. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે ખાસ ટીમો બનાવી પ્રેમી યુગલને ઝડપ્યા બિનવારસી હાલતમાં મળી આવેલી બાળકીને 112 જનરક્ષક ટીમે તરત ધારપુર હોસ્પિટલ પહોંચાડી હતી અને બાળ કલ્યાણ સમિતિ તેમજ પાટણ જિલ્લા પોલીસે બાળકીની યોગ્ય દેખરેખ રાખી હતી. બીજી તરફ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી ગુનાની ગંભીરતાને જોતા ખાસ ટીમો બનાવી હતી. પોલીસે તમામ રૂટના CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાળકીની ઓળખ માટે સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ કરી હતી. LCBની ટીમે ટેકનિકલ તપાસ અને ચોક્કસ બાતમીના આધારે બનાસકાંઠાના નાથપુરાના પરેશ લગધીર શામજીજી ઠાકોર અને વાવ-થરાદના દિયોદરની રેખાબેન બાબુ છના વાલ્મિકીને ઝડપી પાડ્યા હતા. કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ બંનેની પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ વચ્ચે પ્રેમસંબંધ હતો અને આ બાળકીના કારણે તેમના વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ ઝઘડાના કારણે તેઓ બાળકીને અવાવરૂ જગ્યાએ મૂકીને ભાગી ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 10,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. બાળકીને ત્યજી દેનાર પ્રેમી યુગલની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ માટે સમી પોલીસને સોંપ્યા હતા. બંનેને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના પર કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમી પીઆઈ એ.પી. જાડેજાએ જણાવ્યું કે, રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓના DNA ટેસ્ટ સહિત બાળકીના અસલી માતા-પિતાની શોધખોળ કરશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan