crime
જુગારીઓ પોલીસ સ્ટેશનમાં અદબ વાળીને બેસી ગયા
શ્રાવણિયો જુગાર રમતા પોલીસની ઝપટે ચડી ગયેલા આરોપીઓ સીધા દોર થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગીર ગઢડાના નાના સમઢિયાળા ગામમાં જાહેર જગ્યામાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે LCB પોલીસે દરોડા પાડતા જુગાર રમતા 9 શકુનીઓ ઝડપાયા છે. આ સાથે જ ઘટના સ્થળેથી 86 હજાર 300ની કિંમતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. પોલીસ તમામ આરોપીને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે આરોપીઓ અદબ વાળીને માથું નીચે નાંખીને બેસી ગયા હતા.
Read full article on News18 Gujarati