crime
જૂનાગઢના ડુંગરપુર નજીક બે સિંહબાળ સાથે સિંહણની લટાર
ગીરમાં ડાલામથા સાવજની લટાર નવાઈ નથી. ત્યારે જૂનાગઢના ડુંગરપુર ગામ નજીક 2 સિંહબાળ સાથે સિંહણ ટહેલવા નીકળી હોય તેવો નજારો જોવા મળ્યો હતો. સુભાષ હાઈસ્કૂલ નજીક સિંહ પરિવારની લટાર જોવા મળતા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. તો કેટલાકે આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સિંહ સહિતના વન્યજીવો રસ્તા પર અને માનવ વસાહતોમાં આવી ચડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ડુંગરપુરની હાઈસ્કૂલ નજીક સિંહણ પોતાના 2 સિંહબાળ સાથે આવી ચડી હતી.
Read full article on News18 Gujarati