crime
કાકાના ગજવામાંથી ગઠિયો મોબાઈલ લઈ ગયો
લાલ દરવાજા ખાતે આવેલા બહુચર માતાજીના મંદિરમાં ચોરીની ઘટના બની છે. અહીં એક આધેડ વયના વ્યક્તિના ખિસ્સામાંથી ગઠિયો મોંઘોદાટ ફોન કાઢી જતા ચકચાર મચી છે. જોકે ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક માઈ ભક્ત માતાજીનો ફોટો પાડીને પોતાના મોંઘાદાટ ફોનને પેન્ટના ખીસ્સામાં મૂકે છે. ત્યારે પાછળથી આવેલા યુવક આંખના પલકારામાં તે મોબાઈલને સરકાવી લે છે. આ ઘટનાને પગલે ભોગ બનનારે કારંજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા પોલીસે મંદિરમાં સ્થિત સીસીટીવી કેમેરાના આધારે વધુ તપાસ આદરી છે.
Read full article on News18 Gujarati