crime
કાલોલના ગામમાં વીજ કરંટથી 50 વર્ષીય વ્યક્તિનું મોત:ઘરની પાછળ લાઇટ ચાલુ કરતી વખતે ખુલ્લા વાયરના સંપર્કમાં આવ્યા; ગોધરા સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાલંત્રા ચીમનાપુરા ગામમાં વીજ કરંટ લાગવાથી 50 વર્ષીય હિતેશભાઈ ભગવાનસિંહ ચૌહાણનું મોત થયું. તેઓ ઘરની પાછળ લાઇટ ચાલુ કરવા ગયા હતા ત્યારે ખુલ્લા વીજ વાયરને અડી ગયા હતા. કરંટ લાગવાથી તેમના હાથમાં ઇજા થઈ હતી. પરિવારજનો તેમને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar