Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

કાર અને દિવાલ વચ્ચે યુવક દબાયો:નિકોલમાં બેફામ ફોર્ચ્યુનરે બાળકી-મહિલા સહિત 4ને અડફેટે લીધા, કારમાંથી બિયરનું ટીન મળ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
કાર અને દિવાલ વચ્ચે યુવક દબાયો:નિકોલમાં બેફામ ફોર્ચ્યુનરે બાળકી-મહિલા સહિત 4ને અડફેટે લીધા, કારમાંથી બિયરનું ટીન મળ્યું
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ગત રાત્રે બેફામ સ્પીડે દોડતી ફોર્ચ્યુનર કારે સર્જેલા ભયાનક અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બેકાબૂ બનેલી ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર રહેલા લોકોને કચડ્યા બાદ એક યુવકને કારના બોનેટ અને પાછળની પાકી દિવાલ વચ્ચે દબાવી દીધો હતો. દિવાલ અને તોતિંગ કાર વચ્ચે કચડાઈ જતાં યુવકની ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો હતો. આ કાળમુખા અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે દિવાલ વચ્ચે ભીંસાયેલા યુવક તેમજ 7થી 8 વર્ષના બાળક સહિત અન્ય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે. ચણિયાચોળીનો વેપાર કરી ગુજરાન ચલાવતા પરિવાર પર કાળ ત્રાટક્યો આ બનાવની વિગતો મુજબ નિકોલ વિસ્તારમાં આવેલી દેવસ્ય સ્કૂલ નજીક ફૂટપાથ પર બેસીને ચણિયાચોળી વેચતા ગરીબ પરિવારો રાત્રિના સમયે આરામ કરી રહ્યા હતા. તે વેળાએ રાત્રે આશરે 9.46થી 10 વાગ્યાના અરસામાં નાના ચિલોડા ખાતે રહેતો 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી પોતાની માલિકીની ફોર્ચ્યુનર કાર (નંબર: GJ18EF4060) લઈને પૂરપાટ ઝડપે ત્યાંથી નીકળ્યો હતો. નશાની હાલતમાં ગફલતભરી રીતે હંકારેલી આ લક્ઝુરિયસ કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ શ્રમિક પરિવારોને અડફેટે લઈ કચડી નાખ્યા હતા. અકસ્માત બાદની તસવીરો કારમાંથી બિયરનું ટીન મળ્યું ઘટના નજરે જોનાર અને 112 પર તુરંત કોલ કરનાર વિજયભાઈ પટેલે જણાવ્યું કે, "રાત્રે 09.46 વાગ્યે ફોર્ચ્યુનર ચાલકે જોરદાર ટક્કર મારી ચાર લોકોને અડફેટે લીધા હતા, જેથી હું ઘરમાંથી દોડીને બહાર આવ્યો હતો." અકસ્માત બાદ ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં પડેલા લોકોને જોઈ સ્થાનિકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ભાગવાનો પ્રયાસ કરી રહેલા કારચાલક વિરલ ચૌધરીને ઝડપી પાડીને જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે કારની ઝડતી લેતાં અંદરથી બિયરનું ટીન મળી આવ્યું હતું, જેને પગલે ચાલકે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો કે કેમ તે અંગે FSL અને મેડિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ પણ આ જ ફોર્ચ્યુનરને ઓવરસ્પીડનો મેમો ફટકાર્યો પોલીસની પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, GJ18EF4060 નંબર ધરાવતી આ જ ફોર્ચ્યુનર કાર અગાઉ પણ બેફામ દોડતી હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એસ.પી. રિંગ રોડ પર કરાઈ કટ પાસેથી આ કાર ઓવરસ્પીડમાં પસાર થઈ રહી હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેને ઈ-મેમો ફટકારવામાં આવ્યો હતો. ઓવરસ્પીડિંગ કરનારા આ ચાલકે આખરે એક નિર્દોષ મહિલાનો જીવ લીધો છે. હાલ 'આઈ' ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આરોપી વિરલ ચૌધરી સામે કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan