top
Kalupur Railway Station: 30 લાખનો દંડ ફટકાર્યો, રેલવેએ રસોડું બંધ કરાવ્યું
રેલવે વિભાગે સ્વચ્છતા ન જાળવતાં રસોડા પર તવાઈ બોલાવી છે. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર સેવા આપતા કેટલાક બેઝ કિચન પર દંડાત્મક કાર્યવાહી કરીને રેલવે વિભાગે દાખલો બેસાડ્યો છે. અમદાવાદ રેલવેમાં ફૂડ વિજિલન્સ ફોર્સની રચના બાદ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ફૂડ સપ્લાયર્સના રસોડામાં પૂરતી સ્વચ્છતા અને સુઘડતાનો અભાવ જણાતા આ કાર્યવાહી કરાઈ છે. અલગ અલગ 5 એકમોને મળીને કુલ 30 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. આ સાથે કિચનની ત્વરિત સફાઈના આદેશ કરાયા છે. ઉપરાંત આગામી આદેશ ન મળે ત્યાં સુધી કિચન બંધ રાખવા સૂચના અપાઈ છે.
Read full article on News18 Gujarati