Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

કેરળ બાળઅધિકાર આયોગે કહ્યું- લાંબા વાળ માટે ભેદભાવ ન કરો:શાળાઓ આવા બાળકોને સજા ન આપે; બાળકોને પોતાની પસંદગી મુજબ વાળ વધારવાની સ્વતંત્રતા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 17, 2026 👁 1 views
કેરળ બાળઅધિકાર આયોગે કહ્યું- લાંબા વાળ માટે ભેદભાવ ન કરો:શાળાઓ આવા બાળકોને સજા ન આપે; બાળકોને પોતાની પસંદગી મુજબ વાળ વધારવાની સ્વતંત્રતા
કેરળ રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે શાળાઓને સૂચના આપી છે કે વાળની લંબાઈના આધારે બાળકો સાથે ભેદભાવ ન કરે. આયોગે કહ્યું કે છોકરાઓ અને કોઈ ચોક્કસ જાતિની ઓળખ ન ધરાવતા બાળકો પોતાની પસંદગી મુજબ વાળ વધારી શકે છે. શાળાઓ તેમને આ માટે સજા કરી શકશે નહીં. આ આદેશ 17 સપ્ટેમ્બરે જારી કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકો પોતાની પસંદગીનાં કપડાં પણ પહેરી શકે છે. આયોગે શાળાઓને કાર્યવાહી કરતા રોકી આયોગે કહ્યું કે શાળા વ્યવસ્થાપન છોકરાઓ અથવા ટ્રાન્સજેન્ડર બાળકોને વાળની લંબાઈને કારણે માનસિક રીતે પરેશાન કરી શકતું નથી. શાળાઓ તેમને વર્ગખંડની બહાર કાઢી શકતી નથી. તેમની સાથે ભેદભાવ કે અન્ય કોઈ દંડાત્મક કાર્યવાહી પણ કરી શકાતી નથી. આયોગે કહ્યું કે શાળાઓએ બાળકોના બાહ્ય દેખાવને બદલે તેમના અભ્યાસ અને વ્યક્તિત્વ વિકાસને વધુ પ્રાથમિકતા આપવી જોઈએ. નવી માર્ગદર્શિકા બનાવવાનો નિર્દેશ આયોગે કહ્યું કે રાજ્યના શિક્ષણ વિભાગ અથવા CBSE તરફથી આ મામલે કોઈ ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. તેથી યોગ્ય માર્ગદર્શિકા તાત્કાલિક તૈયાર કરવામાં આવે. માર્ગદર્શિકા જાહેર કરતા પહેલાં આ બાળકોની વાત પણ સાંભળવી જોઈએ. આયોગે પોતાના નિર્દેશો પર થયેલી કાર્યવાહીનો અહેવાલ 45 દિવસમાં રજૂ કરવા કહ્યું છે. બે અરજીઓ પર આવ્યો આદેશ આ આદેશ બે અરજીઓની સુનાવણી બાદ આવ્યો હતો. પહેલી અરજી કોઝિકોડના રામનાટ્ટુકરાના રહેવાસી ઇન્દુ મેનને દાખલ કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે જે શાળાઓ લિંગ-તટસ્થ હોવાનો દાવો કરે છે, તે પણ છોકરાઓ અને ટ્રાન્સજેન્ડર તરીકે ઓળખ ન ધરાવતા બાળકો સાથે ભેદભાવ કરે છે. લાંબા વાળ રાખતા છોકરાઓ સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવે છે. બીજી અરજી કોટ્ટક્કલની એક ખાનગી શાળાના આચાર્યે દાખલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ધોરણ 11નો એક છોકરો વારંવાર કહેવા છતાં વાળ કપાવવાનો ઇનકાર કરી રહ્યો હતો. આવા કિસ્સાઓમાં શાળાઓએ કઈ રીતે કાર્યવાહી કરવી જોઈએ, તે અંગે આચાર્યે માર્ગદર્શિકા માંગી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan