politics
કેરળ, સાબરકાંઠાનાં શિક્ષકને સસ્પેન્ડ કરાતા રાજકોટમાં વિરોધ:ક્વિઝ કોમ્પિટિશનમાં વીર સાવરકર અંગે પ્રશ્ન પૂછતા, મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા શિક્ષક સામે કાર્યવાહી મામલે રાજકોટ કલેક્ટર મારફત PMને રજૂઆત
કેરળમાં વીર સાવરકર અંગે પ્રશ્ન પૂછતા શિક્ષક અને ગુજરાતના સાબરકાંઠામાં મધ્યાન ભોજનમાં ગરોળી નીકળતા એક શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ મુદ્દે ભારતના 600 જિલ્લામાંથી કેરળના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટમાં કલેકટર કચેરી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના રાજકોટ જિલ્લાના મંત્રી સાગર પોપટે જણાવ્યું હતું કે, કેરળ રાજ્યમાં એક સ્કૂલની અંદર ક્વિઝ કોમ્પિટિશન ગોઠવવામાં આવી હતી. જે માટે અલગ અલગ પ્રશ્નો બનાવવાની જવાબદારી એક શિક્ષકને આપવામાં આવી હતી. જેમાં એક પ્રશ્ન એ હતો કે કયા સ્વતંત્ર સેનાનીએ સૌથી વધુ પીડાઓ અને યાતનાઓ ભોગવી હતી ? તેનો જવાબ વીર સાવરકર છે. જોકે આ પ્રશ્ન કાઢવા બદલ ત્યાંની અલગ જ વિચારધારા ધરાવતી સરકાર દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જેથી કેરળના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભારત દેશના વડાપ્રધાન આ મામલે રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત ગુજરાતના સાબરકાંઠાના ઇડર તાલુકાની હસનપુર પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજન દરમિયાન ગરોળી નીકળતા શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી આ બંને મુદ્દે રજૂઆત કરી બંને શિક્ષકોનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. રાજકોટમાં રોગચાળાના કેસ ઘટીને 1885 નોંધાયા, મચ્છર ઉત્પત્તિ બદલ 393 મિલકતધારકોને નોટિસ રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં રોગચાળાના કુલ 1885 કેસ નોંધાયા છે, જેમાં શરદી-ઉધરસના 784, સામાન્ય તાવના 793, ઝાડા-ઉલ્ટીના 306, મેલેરિયાના 1 અને કમળાના 1 કેસનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે મચ્છરજન્ય પરિસ્થિતિ રોકવા 1335 મિલકતોની તપાસ કરીને 393 મિલકતધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્ડવર્કર્સ દ્વારા 1,12,785 ઘરોમાં પોરાનાશક અને 776 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા 2,21,899 વસ્તીનો સર્વે કરી 6,525 ક્લોરીન ટેબ્લેટ, 956 ઓ.આર.એસ. પેકેટનું વિતરણ અને 2,785 આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યા છે. વન ડે, વન વોર્ડ કાર્યક્રમ હેઠળ વોર્ડ નં.10 માં 18,501 ઘરોની મુલાકાત લઈ 607 ઘરોમાંથી મચ્છરના પોરાનો નાશ કરાયો હતો અને 39 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટમાં શિવ મંદિરો બહાર સાવરણા પકડી પ્રજાના પ્રતિનિધિઓએ ફોટોસેશન કરાવ્યું રાજકોટમાં શ્રાવણ મહિનામાં મંદિરોનાં સંકુલ પવિત્ર કરવાની તૈયારીઓ વચ્ચે ભક્તો માટે મોં બાંધીને ભક્તિ કરવાનો વારો આવ્યો છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ મંદિર પરિસરમાં સઘન સફાઈ ઝુંબેશની જાહેરાત ભાજપ શાસકો અને અધિકારીઓએ કરી હતી. વોર્ડવાઈઝ મંદિરોના સરનામા જાહેર કરાયા હતા, પરંતુ વાસ્તવિકતામાં કોર્પોરેટરો સફાઈ કરવા કરતાં વધુ ફોટોસેશન કરાવતા નજરે પડ્યા હતા. આ ફોટોસેશનમાં જંગલેશ્વર વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટરો પણ જોડાયા હતા. શિવ મંદિરો આસપાસ આખું વર્ષ કાયમી સફાઈનું આયોજન કરવાને બદલે પ્રથમ સોમવારે જ કોર્પોરેટરો હાથમાં સાવરણા પકડી, કચરા પાસે ઊભા રહીને હસતા મુખે ફોટા પડાવતા જોવા મળ્યા હતા. હવે પ્રજાને નહીં તો મહાદેવને જવાબ આપવા આ મંદિરોની પવિત્રતા જળવાઈ રહે તેવા પ્રયાસો ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે તેવી ભક્તોની માંગ છે.
Read full article on Divya Bhaskar