crime
ખટારામાંથી નીકળ્યા દારુની બોટલના ખોખા!
રાજકોટ ગ્રામ્ય LCBએ ધોરાજીમાં દારૂ સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે LCBએ વોચ ગોઠવી હતી, દરમિયાન સર્વિસ રોડ પરથી પસાર થતા એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને માણાવદરના 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
Read full article on News18 Gujarati