politics
કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ચિલ્ડ્રન હોમ અને શિશુ ગૃહની મુલાકાત લીધી:આશ્રિત બાળકો સાથે વાતચીત કરી રહેઠાણ, આરોગ્ય, અભ્યાસ અને સુવિધાઓ તપાસી
મોરબીમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પરમ પૂજ્ય કનકેશ્વરી દેવી ચિલ્ડ્રન હોમ બોયઝ અને શિશુ ગૃહની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાની અલગ અલગ વ્યવસ્થાઓ જાતે તપાસી હતી. કલેક્ટરે સંસ્થાના બાળકો સાથે પ્રેમથી વાતચીત કરી. તેમણે બાળકોના રહેઠાણ, સલામતી અને રોજિંદી પ્રવૃત્તિઓ વિશે તેમના અંગત અભિપ્રાય લીધા હતા. બાળકોના નિયમિત મેડિકલ ચેકઅપ અને આરોગ્ય સંબંધિત ફાઈલો પણ તપાસવામાં આવી હતી. સંસ્થામાં પ્રાથમિક સારવાર અને ડોક્ટરની સેવાઓ મળે છે કે નહીં તેની ખાતરી કરાઈ હતી. આ ઉપરાંત, બાળકોના શાળાના અભ્યાસ, હાજરી અને ભણતરમાં તેમની પ્રગતિની પણ તપાસ કરાઈ. તેમને પૂરતું ભણતરનું સાહિત્ય અને જરૂરી માર્ગદર્શન મળે છે કે નહીં તે વિશે સ્ટાફ પાસેથી માહિતી લેવાઈ હતી. કલેક્ટરે બાળકોને અપાતા ભોજનની ગુણવત્તા અને મેનૂ પણ તપાસ્યા હતા. તેમણે સંસ્થાના મકાન, રૂમોની સફાઈ, હવા-ઉજાસ, પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા તેમજ શૌચાલય અને બાથરૂમ જેવી સુવિધાઓનું જાતે નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન સંસ્થાનું પ્રવેશ રજિસ્ટર, રોજનું હાજરી પત્રક અને વાર્ષિક હિસાબનું રજિસ્ટર પણ તપાસવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોર્ટલ પર સંસ્થાનો ડેટા અને બાળકોની વિગતો નિયમિત રીતે અપડેટ થાય છે કે નહીં તેની પણ ખાતરી કરાઈ હતી.
Read full article on Divya Bhaskar