Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ક્લિન અપ મોરબી ટીમનું શ્રમદાન:મોરબીના સરદાર બાગ આસપાસના સ્થળોને મહાકાય ગંદકીના ગંજમાથી મળી મૂક્તિ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
ક્લિન અપ મોરબી ટીમનું શ્રમદાન:મોરબીના સરદાર બાગ આસપાસના સ્થળોને મહાકાય ગંદકીના ગંજમાથી મળી મૂક્તિ
મોરબીને સ્વચ્છ કરી ફરીથી સૌરાષ્ટ્રના પેરિસની ઉપમા અપાવવા માટે ઉચ્ચ શિક્ષિતોની ટીમ ક્લિનઅપ મોરબીનું શ્રમદાન કરી રહી છે. જો કે મોરબીના સરદાર બાગને હમણાં જ રીનોવેશન કર્યો હોય એટલે સાફ સુથરો હોઈ પણ સરદાર બાગ ફરતે એટલે આસપાસના સ્થળોએ કચરાના મહાકાય ગંજ ખડકાયેલા હતા. આ કચરાના ગંજ પાછળ ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહી તેમજ આસપાસના કેટલાક ના સમજ લોકોની જ્યાં ત્યાં કચરો ફેંકવાની કુટેવ જવાબદાર હતી. પણ આ શિક્ષિતોની ટીમે કોઈને દોષ આપ્યા વગર અને શરમ સંકોચ રાખ્યા વગર પાવડા તગારા, કોડાળી સહિતના સાધનોનો લગાતાર ખાસ્સો સમય સુધી શ્રમદાન કરી કચરાના મહાકાય ગંજને દૂર કરી સરદાર બાગના આસપાસના સ્થળોને સાફ સુથરા કરી નાખ્યા હતા. મનપાએ કડક બનવું જ રહ્યું સરદાર બાગ પાછળ પ્રાઈવેટ પ્રોપર્ટીમાં વર્ષોથી કચરાનો ઢગલો થાય છે, અમારી ટીમ દ્વારા ત્યાં બે ટ્રેક્ટરથી વધુ કચરાનો નિકાલ કર્યો છે. આ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં ગંદકીના ગંજ એટલી હદે ખડકાયેલા હતા કે તેની સફાઈ કરવી મુશ્કેલ હતી. તે બાબતનો કચરો ફેકનારને બોધપાઠ મળે તે માટે મનપાએ કડક વલણ અપનાવુ જ રહ્યું જ. કારણ કે, કચરો ફેંકવાવાળા કચરો ફેંકતા જ રહેશે. ક્યારેક એમે તો ઘણીવાર તંત્રને સફાઈ કરવી પડશે. આ રીતે સમસ્યાનો કોઈ ઉકેલ નથી એના માટે નક્કર કાર્યવાહી થવી જરૂરી છે.> - નવનીતભાઈ કાસુન્દ્રા, ક્લિનઅપ ટીમ મેમ્બર, મોરબી અમારો ઉદેશ લોકોની વિચારસરણી બદલવાનો છે અગાઉ મોરબીમાં સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે મુખ્યમંત્રી હાજર રહેવાના હોવાથી તંત્રએ તમામ રસ્તાઓની સફાઈ કરી હતી. પરંતુ સનાળા રોડ પર મુખ્ય રસ્તાની બાજુમાં દીવાલની પાછળ કચરાનો મોટો જથ્થો પડ્યો હતો, જે રસ્તા પરથી દેખાતો ન હતો. જે કચરો લોકોની નજરમાં નથી આવતો, તેની સફાઈની જવાબદારી પણ આપણી જ છે. ત્યાં કેટલાક ફેરિયાવાળા લોકો આ કચરાની વચ્ચે જ રહેતા હતા. અમે તેમને સમજાવ્યા અને માત્ર સમજાવવા પૂરતું જ નહીં, પરંતુ તેમને પણ અમારી સાથે સફાઈ અભિયાનમાં જોડાવાની તક આપી.કારણ કે અમારો ઉદ્દેશ માત્ર કચરો સાફ કરવાનો નથી, પરંતુ લોકોની વિચારસરણી બલવાની સાથે નાગરિક તરીકેની જવાબદારીને જાગૃત કરવાની છે. > મીનાક્ષીબેન શાહ, ક્લિનઅપ ટીમ મોરબી
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan