Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ક્લિનિંગ એજન્સીના સંચાલકે હોટલ સંચાલકને સાફ કર્યા:દર મહિને 6 લાખનું રિટર્ન અને નફામાં 50 ટકાની ભાગીદારીની લાલચ આપી, હોટલ સંચાલક સાથે 2.45 કરોડની છેતરપિંડી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 3 views
ક્લિનિંગ એજન્સીના સંચાલકે હોટલ સંચાલકને સાફ કર્યા:દર મહિને 6 લાખનું રિટર્ન અને નફામાં 50 ટકાની ભાગીદારીની લાલચ આપી, હોટલ સંચાલક સાથે 2.45 કરોડની છેતરપિંડી
વડોદરામાં એક હોટલ સંચાલકને ક્લીનિંગ મેન પાવર એજન્સીના સંચાલકે 3 કરોડના રોકાણની સામે દર મહિને રૂ. 6 લાખનું વળતર અને નફામાં 50 ટકાની ભાગીદારીની લાલચ આપી રૂ. 2.45 કરોડનો ચૂનો ચોપડયો હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથક ખાતે નોંધવામાં આવી છે. ક્લિનિંગ એજન્સીના મેન પાવર સપ્લાય કરવામાં રોકાણ કરવાનું જણાવી વિવિધ પ્રોપર્ટી ઉપર લોન લઈ બાદમાં સમજૂતી કરાર પણ પોતાની પાસે જ રાખી છેતરપિંડી આચરાઇ હોવાની ઘટના સામે આવી છે. લિમિટેડ લાયાબિલીટી પાર્ટનરશીપ-LLP રજિસ્ટર કરાવી ફરિયાદી કલ્પેશ મનુભાઈ પટેલનાઓ છેલ્લા 12-13 વર્ષથી તેમના મિત્ર રવિશજસીંહ ઝાલાની ગેંડા સર્કલ પાસે આવેલી હોટલ ઓને ખાતે આવતા-જતા હોવાથી, ત્યાં મુકેશભાઈ પંચાલ જેઓ “અંશ ગ્રુપ” નામે કલીનીંગ અને મેન પાવરનો ધંધો કરે છે તેઓ સાથે ઓળખાણ થઈ હતી. મુકેશ પંચાલે ફરિયાદીને પોતાની જાળમાં ફસાવી ધંધાના વિકાસ માટે 3 કરોડ રોકાણ કરવા અને બદલામાં દર મહિને 6 લાખ રીટર્ન તથા 50% નફો આપવાની લોભામણી વાતો કરી હતી. ફરિયાદીના સી.એ. સંજયભાઈની સલાહ મુજબ આશ્રય અંશ ફેસીલીટી એન્ડ મેન પાવર સર્વિસીસ એલ.એલ.પી. નામની કંપની રજિસ્ટર કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીના પુત્ર મૌર્ય પટેલ અને મુકેશ પંચાલના સાળા ઊર્મિલ પંચાલ 50-50% ભાગીદાર નક્કી થયા હતા. ટેક્નિકલ કારણો આગળ ધરી લોન લેવડાવી ત્યારબાદ મુકેશ પંચાલે પોતાની પાસે નાણાં કે મિલકત ન હોવાનું અને પોતાના બેંક ખાતા ટેકનીકલ એન.પી.એ. હોવાનું બહાનું બતાવી, ફરિયાદી તથા તેમના પિતરાઈ ભાઈ ચિરાયુ પટેલની કરોડો રૂપિયાની મિલકતો (હરીદર્શન બંગલો, વાડી સ્થિત હેવન બંગલો તથા થુવાવી ગામની જમીન) પર લોન લેવા માટે દબાણ કર્યું હતું. મુકેશ પંચાલ અને તેના લોન એજન્ટ ભાવિક કુવારીયાએ માત્ર કાગળ પર જ વેચાણ દસ્તાવેજ કરી લોન મેળવવાની અને બાદમાં રીવર્સ દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપી હતી. આ અંગે તા. 24 નવેમ્બર 2025ના રોજ રૂ. 300 ના ઈ-સ્ટેમ્પ પર એમ.ઓ.યુ. (સમજુતી કરાર) પણ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સમજુતીના આધારે આઈ.સી.આઈ.સી.આઈ. હોમ ફાયનાન્સમાંથી ફરિયાદીના મકાન પર રૂ. 3.60 કરોડ તથા ચિરાયુ પટેલની મિલકત પર આદિત્ય બિરલામાંથી રૂ. 3,87,52,082ની લોન મંજૂર કરાવવામાં આવી હતી. 2.45 કરોડ પોતાના ખાતામાં જમા કરાવી દીધા આ લોનની કુલ રકમમાંથી જંત્રી કિંમત કરતાં વધુ રકમ મેળવી, મુકેશ પંચાલે ફરિયાદીની મિલકતમાંથી રૂ. 1,98,00,000, માર્જિન મનીના રૂ. 18 લાખ તથા ચિરાયુ પટેલની મિલકતના લોનમાંથી રૂ. 1,37,52,082 મળીને કુલ રૂ. 2,45,52,082ની માતબર રકમ પોતાના અંગત ખાતામાં જમા કરાવી પોતાના અંગત વપરાશ અને જૂની દેવા ચુકવણી માટે વાપરી નાખી હતી. આ ઉપરાંત, આરોપી મુકેશ પંચાલે ફરિયાદી પાસેથી સહી કરાવેલ અસલ એમ.ઓ.યુ. (સમજુતી કરાર) પોતાની પાસે છુપાવી રાખી પરત આપેલ ન હતો. આરોપીએ બેંકના અધિકારીઓ અને પોતાના મળતિયાઓ સાથે પૂર્વઆયોજિત કાવતરું ઘડી, ફરિયાદી તથા તેમના પિતરાઈ ભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી કરોડો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan