top
કોંગ્રેસે ખાનગી ગાડીમાં ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા:ગાંધીનગર મનપા ચૂંટણીના ફોર્મ ભરાતાંની સાથે જ હાઈવોલ્ટેજ ડ્રામા, 9 મુરતિયાના નામો અંગે શહેર કોંગ્રેસ પ્રમુખની ચુપી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું રાજકારણ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. તમામ 11 વોર્ડની 44 બેઠકો માટે નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ફોર્મ ભરાતાંની સાથે જ પાટનગરના રાજકારણમાં મોટો ડ્રામા સર્જાયો છે. ભાજપે તમામ 44 બેઠકો પર પોતાના ઉમેદવારોના ફોર્મ ભરીને સત્તાવાર રીતે એકતરફી જીતનો હુંકાર ભર્યો છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 42 બેઠકો પર ઉમેદવારી નોંધાવી હોવાની માહિતી સામે આવી છે. કોંગ્રેસે ખાનગી ગાડીમાં ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા બીજી તરફ કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહની સાથેસાથે ભારે સાવચેતી અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા તોડજોડ કરવામાં આવશે અથવા ઉમેદવારો પર દબાણ લાવીને નામાંકન પરત ખેંચાવવામાં આવશે તેવી પ્રબળ શંકાના આધારે કોંગ્રેસે મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસે ફોર્મ ભર્યા બાદ પોતાના તમામ ઉમેદવારોને ગાંધીનગર ધારાસભ્યના નિવાસસ્થાનેથી બે અલગ-અલગ ખાનગી ગાડીઓમાં બેસાડીને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સુધી આ ઉમેદવારો ગુપ્ત સ્થળે જ રહેશે તેવી રાજકીય ગલિયારોમાં ચર્ચા છે. ટિકિટોની ફાળવણીને લઈને પાર્ટીની અંદર અસંતોષ આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા આડકતરી રીતે આ રણનીતિનું સમર્થન કરવામાં આવ્યું છે. જોકે બીજી બાજુ વોર્ડ નંબર 5 માં કોંગ્રેસ દ્વારા સુરેખાબેન ગોહિલ, જીતેન્દ્ર ઢાલવડીયા, જય વાઘેલા અને જિજ્ઞાસાબેન ચાવડાએ ઉમેદવારી કરી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. જોકે સત્તાવાર નામો હજી પાર્ટીએ જાહેર કર્યા નથી. હાલ તો ટિકિટોની ફાળવણીને લઈને પાર્ટીની અંદર જ ગણગણાટ અને અસંતોષ શરૂ થઈ ગયો છે. 9 મુરતિયાના નામો અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે ચુપકીદી સાધી આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલે કહ્યુ કે, તમામ 11 વોર્ડમાં 44 ઉમેદવારો એ આજે ફોર્મ ભરી દીધા છે. પરંતુ 35 ઉમેદવારોના નામ જાહેર કર્યા પછી હજી 9 મુરતિયાના નામો અંગે તેમણે ચુપકીદી સાધી લીધી હતી. હવે આગામી 28 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની સત્તાવાર ચકાસણી હાથ ધરાશે. 29 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ટેકનિકલ કારણોસર કોઈ ઉમેદવારનું ફોર્મ રદ્દ થાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે. ત્યારબાદ 29 સપ્ટેમ્બર ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. આ બે દિવસોમાં ગાંધીનગરના રાજકારણમાં કયો નવો ખેલ રમાશે અને ભાજપ સામે કોંગ્રેસની આ ગુપ્ત રણનીતિ કેટલી કારગર નીવડશે, તે જોવું બેહદ રસપ્રદ રહેશે.
Read full article on Divya Bhaskar