Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

કોસાડ આવાસમાં લોહિયાળ ખેલ:પિતાએ મોબાઈલ નીચે ફેંકી દેતાં ઉશ્કેરાયેલી દીકરીએ કૂકરના ઢાંકણા અને છરીના ઘા ઝીંકી પિતાને રહેંસી નાખ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 2 views
કોસાડ આવાસમાં લોહિયાળ ખેલ:પિતાએ મોબાઈલ નીચે ફેંકી દેતાં ઉશ્કેરાયેલી દીકરીએ કૂકરના ઢાંકણા અને છરીના ઘા ઝીંકી પિતાને રહેંસી નાખ્યા
સુરતમાં શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં કૌટુંબિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સામાન્ય ઘરકામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલી 22 વર્ષીય દીકરીએ પિતા પર કૂકરના ઢાંકણા અને છરી વડે જીવલેણ હુમલો કરી ક્રૂર હત્યા કરી નાખી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘરકામ બાબતે બોલાચાલી થતાં પિતાએ મોબાઈલ ફેંકી દીધો કોસાડ આવાસમાં રહેતા મંજુબેન ઉર્ફે ચંપાબેન રાજપૂતે ફરિયાદ નોંધાવી છે. 31 ઓક્ટોબરની રાત્રે આશરે 10.30 વાગ્યાના અરસામાં તેમના 55 વર્ષીય પતિ રમેશસિંહ કૈલાસસિંગ રાજપૂત તથા સૌથી નાની દીકરી કાજલ ઘરે હાજર હતા. તે દરમિયાન ઘરકામ બાબતે પિતા અને પુત્રી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ હતી. આ દરમિયાન પિતા રમેશસિંહે ગુસ્સામાં આવીને કાજલના હાથમાંથી મોબાઈલ છીનવી નીચે પટકી દીધો હતો. આવેશમાં આવી કૂકરનું ઢાંકણું અને છરીના ઘા ઝીંક્યા મોબાઈલ ફેંકી દેતાં કાજલ ઉર્ફે વિક્રમ ભારે આવેશમાં આવી ગઈ હતી. તેણે ઘરમાંથી કૂકરનું ઢાંકણું અને છરી ઉઠાવી પિતા રમેશસિંહ પર તૂટી પડી હતી. કાજલે પિતાના માથામાં કૂકરના ઢાંકણાના ફટકા માર્યા હતા અને પેટના ભાગે છરીનો ઊંડો ઘા ઝીંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા રમેશસિંહ લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર ઓટલા પાસે દોડી આવ્યા હતા અને ત્યાં જ ઢળી પડી બેભાન થઈ ગયા હતા. માતાએ જ દીકરી સામે હત્યાની ફરિયાદ નોંધાવી ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જોકે, 108ના તબીબે તપાસ બાદ રમેશસિંહને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકની પત્ની મંજુબેને પોતાની જ સગી દીકરી કાજલ ઉર્ફે વિક્રમ સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan