crime
કરજોડામાં બોરના મોટર કેબલ વાયર ચોરીના 3 આરોપી ઝડપાયા:પોલીસે ગણતરીના કલાકોમાં રાજસ્થાનના શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ્યા
પાલનપુર તાલુકાના કરજોડા ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી બોરના મોટર કેબલ વાયરની ચોરી થઈ હતી. આશરે 100 મીટર લાંબા આ વાયરની કિંમત 12,500 રૂપિયા હતી. એલસીબી અને પાલનપુર તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ત્રણ આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. કરજોડા ગામમાં કેબલ ચોરીનો ગુનો નોંધાયા બાદ એલસીબીના પીએસઆઇ જે.એસ. ગઢવી અને તેમની ટીમ તેમજ તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ચિત્રાસણી ખાતેથી ત્રણ શખ્સોને બળેલા મોટર કેબલ વાયર સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓમાં 25 વર્ષીય જેશા ઉર્ફે આગરાભાઈ ધુડાભાઈ ગમાર, 26 વર્ષીય મહેન્દ્ર લાલાભાઈ શીશોદિયા અને 20 વર્ષીય દિનેશ કલાભાઈ સોલંકીનો સમાવેશ થાય છે. આ ત્રણેય રાજસ્થાનના આબુરોડ તાલુકાના વિસ્તારોના રહેવાસી છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar