Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Kutchના અબડાસામાં ખનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડની લાલ આંખ: દરોડો પાડી રૂ.50 લાખના વાહનો અને રેતી જપ્ત

📰 Sandesh 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
Kutchના અબડાસામાં ખનીજ ચોરી સામે ફ્લાઈંગ સ્ક્વોડની લાલ આંખ: દરોડો પાડી રૂ.50 લાખના વાહનો અને રેતી જપ્ત
કચ્છ જિલ્લામાં ખનિજ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા સકંજા કસવામાં આવી રહ્યો છે. અબડાસા તાલુકાના કોઠારા અને ભેદી ગામની સીમમાંથી પસાર થતા નદી વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો, જેનાથી રેતી ચોરી કરતા તત્વોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સાદી રેતીનું ગેરકાયદે શોષણ અને વાહનો કબજે તપાસ દરમિયાન નદીના પટમાંથી સાદી રેતીનું ગેરકાયદેસર ઉત્ખનન કરીને તેનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે સ્થળ પરથી ગેરકાયદે પ્રવૃત્તિમાં વપરાતા વાહનો અને મશીનરી જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડામાં 1 લોડર, 1 ડમ્પર અને 1 ટ્રક સહિત કુલ અંદાજે રૂપિયા 50 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસને સોંપાયા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા આ તમામ વાહનોને ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને સીઝ કરી દેવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને આગળની ફોજદારી અને દંડાત્મક કાર્યવાહી અર્થે સ્થાનિક કોઠારા પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી ખનિજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan