crime
Kutchમાં સામખીયાળી પોલીસનો દરોડો; હોટેલમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો!
કચ્છ જિલ્લાના સામખીયાળી પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક હોટેલ પર દરોડો પાડીને વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સામખીયાળી વિસ્તારમાં આવેલી 'આર.આર. ન્યુ લક્ષ્મી હોટેલ'માં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે તાત્કાલિક દરોડો પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હોટેલમાંથી 318 બોટલોનો જથ્થો મળી આવ્યો પોલીસે હોટેલ પરિસરમાં દરોડો પાડીને બારીકાઈથી તપાસ હાથ ધરતા ત્યાંથી 'મિડનાઈટ જામુન વોડકા' બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 318 બોટલો મળી આવી હતી. ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો આ દારૂનો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તમામ બોટલો જપ્ત કરી સ્થળ પરથી દારૂના હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા બે શખ્સોની અટકાયત કરી હતી. કાંતિ કોલી અને રૂપસિંહ રાવતની ધરપકડ દરોડા દરમિયાન પોલીસે કાંતિ કોલી અને રૂપસિંહ રાવત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો સહિત કુલ રૂપિયા 41,340 નો મુદ્દામાલ કબજે લીધો છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને સામખીયાળી પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh