crime
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
કચ્છના નખત્રાણામાં સંતકૃપા હોટેલ પાછળ આવેલા ભંગારના વાડામાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાસ્ટમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં 30 વર્ષીય મામદ કુંભાર, 15 વર્ષીય નૂર મામદ કુંભાર, 3 વર્ષીય હુસૈન કુંભાર અને 3 વર્ષીય નૂર ફાતિમાનો સમાવેશ થાય છે. ઘટનામાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ભંગારના વાડામાં પડેલા છોટા હાથીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં નખત્રાણા પોલીસ, SOG અને LCBની ટીમો સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલી રહી છે.