Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Kutchના જખૌ દરિયાકાંઠે ચકચાર, શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા

📰 Sandesh 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
Kutchના જખૌ દરિયાકાંઠે ચકચાર, શંકાસ્પદ AIS સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા
કચ્છના વ્યૂહાત્મક રીતે અતિ સંવેદનશીલ એવા જખૌ દરિયાકાંઠેથી શંકાસ્પદ વસ્તુઓ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. સંયુક્ત સુરક્ષા દળો દ્વારા દરિયાઈ સીમા પર હાથ ધરવામાં આવેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન પિંગલેશ્વર દરિયાકાંઠા નજીકથી એક શંકાસ્પદ AIS (ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ) અને એક ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર સરહદી દરિયાઈ વિસ્તારમાં સિક્યુરિટી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જહાજનું લોકેશન દર્શાવતી સિસ્ટમ મળતાં એજન્સીઓ સતર્ક દરિયાકાંઠેથી મળી આવેલી AIS સિસ્ટમ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ તકનીકનો ઉપયોગ દરિયામાં જહાજનું ચોક્કસ લોકેશન, નેવિગેશન અને ગતિવિધિ ટ્રેક કરવા માટે થાય છે. આ પ્રકારની સિસ્ટમ અને ઓક્સિજન સિલિન્ડર બિનવારસી હાલતમાં કિનારેથી મળી આવતા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરીનો પ્રયાસ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે સુરક્ષા દળો વધુ સતર્ક બન્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ અને સર્ચ ઓપરેશન દરિયાઈ સીમા પરથી શંકાસ્પદ સામગ્રી મળી આવ્યાની જાણ થતાં જ મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ અને વિવિધ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ હાથ ધરી છે. આ સામગ્રી ક્યાંથી આવી, કયા જહાજ કે બોટની છે અને તેને કોણે છોડી છે તે દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે. દરિયાઈ માર્ગે કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલીંગ અને ચેકિંગ વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે. આ પણ વાંચો : Anandમાં SMCનો મોટો સપાટો, રૂ.19.63 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan