Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Kutchને રેલવેની મોટી ભેટ: કેન્દ્રીય રેલવે મંત્રીએ અંજારમાં ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ

📰 Sandesh 🕐 1 min read 📅 September 15, 2026 👁 1 views
Kutchને રેલવેની મોટી ભેટ: કેન્દ્રીય રેલવે મંત્રીએ અંજારમાં ભુજ-શાલીમાર એક્સપ્રેસના સ્ટોપેજનું કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ
કચ્છ જિલ્લાના રેલવે કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એક મહત્ત્વપૂર્ણ વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અંજાર ખાતે ભુજ-શાલીમાર એક્સપ્રેસ ટ્રેનના નવા સ્ટોપેજનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ માંગ પૂર્ણ થતાં અંજાર અને આસપાસના વિસ્તારના મુસાફરોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવા રેલવે સ્ટેશન અને 4 કાર્ગો ટર્મિનલનું લોકાર્પણ આ કાર્યક્રમ દરમિયાન રેલવે મંત્રી દ્વારા ગોપાલપુર રેલવે સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પ્રદેશના વ્યાપાર-ઉદ્યોગને મોટો લાભ પહોંચાડવા માટે શિવલખા અને ભીમાસર GCT સહિત કુલ 4 નવીન કાર્ગો ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તે જ સમયે લિંચ GCTનું ખાતમુહૂર્ત પણ સંપન્ન કરવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં રેલવે સુવિધાઓનો વ્યાપ વધારશે. કચ્છના કનેક્ટિવિટી અને માલ-પરિવહનને મળશે અભૂતપૂર્વ ગતિ અંજાર ખાતે ટ્રેનના સ્ટોપેજ અને નવા કાર્ગો ટર્મિનલ્સના પ્રારંભથી કચ્છ જિલ્લામાં રેલવે કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બનશે. ઔદ્યોગિક ક્ષેત્રે માલ-સામાનના ઝડપી અને સરળ પરિવહન (કાર્ગો લોજિસ્ટિક્સ) માટે આ સુવિધાઓ આશીર્વાદરૂપ સાબિત થશે. તેનાથી પંથકના વેપાર-રોજગારને નવું બળ મળશે અને સ્થાનિક કક્ષાએ આર્થિક પ્રવૃત્તિઓ વધુ ઝડપી બનશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan