crime
લાકડાના ધોકાથી માર મારી ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી ધમકી આપી:ખોજાખાનામાં પારસ ડેરીમાં ભાગ ન આપવાના મુદ્દે બે ભાઈ વચ્ચે માથાકૂટ
પોરબંદર શહેરમાં ખોજાખાનામાં આવેલ પારસ ડેરીની માલિકીના ભાગ બાબતે બે સગા ભાઈ વચ્ચે વિવાદ થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ડેરીમાંથી કોઈ ભાગ નહીં આપવાનું કહેતાં આરોપી ભાઈએ ફરિયાદી ભાઈ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. લાકડાના ધોકા વડે હુમલો કરતાં ફરિયાદીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં બાલાજી આંગન એપાર્ટમેન્ટમાં 301માં રહેતા અશોક જીવનભાઈ મોકરીયા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે જેમાં પોરબંદરના ગધાઈવાળાના નાકે રહેતા તેમના ભાઈ વિજય જીવનભાઈ મોકરીયાએ અશોકની માલીકીની પારસ ડેરીમાંથી કોઇ ભાગ નહી આપું તેમ કહી અશોક સાથે બોલાચાલી અને ગાળા ગાળી કરી, લાકડાના ધોકા વડે માર મારતા અશોકને શરીરે ડાબા કાનમાં તથા ડાબી આંખમાં લોહી નીકળતી તથા ડાબા હાથની ત્રીજી આંગળી તથા ગોઠણના ભાગે ઇજાઓ તથા નાકમાં ફેક્ચરની ઇજા પહોંચી હતી તેમજ અશોકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિજય જીવનભાઈ મોકરીયા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કમલાબાગ પોલીસ ચલાવી રહી છે.
Read full article on Divya Bhaskar