top
LCB એ દારૂની હેરાફેરી ઝડપી:બનાસકાંઠાના ગઢમાં કારમાંથી દારૂ અને બિયરની 1224 બોટલો જપ્ત કરી, ચાલક ફરાર
બનાસકાંઠા જિલ્લામાં LCBએ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ રૂ. 5.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. LCB દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં થતી દારૂની ગેરકાયદેસર હેરાફેરી રોકવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, LCB ટીમે બાતમીના આધારે મડાણા (ગઢ) ગામની સીમમાં દાંતીવાડા મેઈન કેનાલના પુલિયા પાસે નાકાબંધી ગોઠવી હતી. તે દરમિયાન, નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ ડિઝાયર કારને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે કાર ભગાવી હતી. પોલીસે પીછો કરતા દલવાડા ગામની સીમમાં ચાલક કાર રોડની બાજુમાં મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1224 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,91,672 આંકવામાં આવી છે. પોલીસે રૂ. 3 લાખની સ્વિફ્ટ ડિઝાયર કાર સહિત કુલ રૂ. 5,91,672નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar