Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પંચમહાલ LCBએ 4 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ગોધરામાંથી 1.95 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 5 views
પંચમહાલ LCBએ 4 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ગોધરામાંથી 1.95 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાયા
પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે પોલીસે સક્રિય કામગીરી હાથ ધરી છે. આ અંતર્ગત પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. પોલીસે બે અલગ-અલગ કાર્યવાહી કરીને મોટરસાયકલ ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે અને કુલ રૂ. 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના હેઠળ LCB PI એ.બી. વોરાની ટીમે ચોરીના વણશોધાયેલા ગુનાઓને ડિટેક્ટ કરવા માટે આ કાર્યવાહી કરી હતી. પ્રથમ કાર્યવાહીમાં, LCBને બાતમી મળી હતી કે ગોધરા-વડોદરા હાઈવે પર લીલેસરા GEB પાસે એક વ્યક્તિ ચોરીની બે મોટરસાયકલ વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી સાદીક મહોમદહનીફ ભીસ્તી નામના ઇસમને બે મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી હીરો સ્પ્લેન્ડર અને પલ્સર મોટરસાયકલ કબજે કરી હતી, જેની કુલ કિંમત આશરે રૂ. 85 હજાર છે. પૂછપરછ દરમિયાન, આરોપીએ સહઆરોપી જકવાન ઉર્ફે મઠીયો ફારૂક મોહન સાથે મળીને કાલોલના બોરૂ ટર્નિંગ પાસેથી પલ્સર અને દેલોલ ગામેથી હીરો સ્પ્લેન્ડરની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બીજી કાર્યવાહીમાં, LCBને માહિતી મળી હતી કે ઈર્ષાદ બિલાલ ટપ નામનો એક વ્યક્તિ ગોધરા-દાહોદ હાઈવે પરના ચંચેલાવ અને હાલોલ GIDC વિસ્તારમાંથી ચોરી કરેલી મોટરસાયકલો અને બેટરીઓ પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ નજીક સંતાડી રાખી છે. બાતમીના આધારે, પોલીસે પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ ખાતે દરોડો પાડી ઈર્ષાદ બિલાલ ટપને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીની બે મોટરસાયકલ ઉપરાંત અલગ-અલગ કંપનીની 15 બેટરીઓ મળી આવી હતી. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં આરોપીએ સહઆરોપી જકવાન ઉર્ફે મઠીયો ફારૂક મોહન સાથે મળીને ચંચેલાવ ગામના રોડ પરથી એક મોટરસાયકલ, હાલોલ GIDCમાંથી બીજી મોટરસાયકલ અને હાલોલના અલગ-અલગ વિસ્તારોમાંથી બેટરીઓની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ બંને કાર્યવાહીમાં પોલીસે કુલ 4 ચોરીની મોટરસાયકલ અને 15 બેટરી સહિત આશરે રૂ. 1 લાખ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે કાલોલ, ગોધરા તાલુકા અને હાલોલ પોલીસ મથકમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના કુલ 4 ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સહઆરોપી જકવાન ઉર્ફે મઠીયો ફારૂક મોહનને ઝડપી પાડવા સહિત વધુ તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan