crime
ડાંગ LCBએ દારૂના મોટા જથ્થા સાથે 4 ઝડપ્યા:રૂ. 7.44 લાખનો મુદ્દામાલ જપ્ત, વધુ 8 આરોપીઓની સંડોવણી ખુલી
ડાંગ LCBએ સુબીર તાલુકાના ગવહાણ ગામે દરોડો પાડી રૂ. 7.44 લાખથી વધુનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ આઠ વ્યક્તિઓની સંડોવણી ખુલી છે. ગવહાણ ગામના બારીપાડા ફળિયામાંથી દારૂ ઝડપાયો LCBના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટની ટીમ જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ગવહાણ ગામના બારીપાડા ફળિયામાં સુરેશભાઈ રેવાભાઈ દેસાઈના ઘરે સ્વિફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારીને રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો. 4.33 લાખના દારૂ-બીયરના બોટલ-ટીન જપ્ત દરોડા દરમિયાન, ઘર અને બહાર પાર્ક કરાયેલી સ્વિફ્ટ કારની તલાશી લેવામાં આવી હતી. તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 એમએલની 2,949 વિદેશી દારૂની બોટલો, 500 એમએલના 360 બીયર ટીન અને 90 એમએલની દેશી દારૂની 89 ટેન્ગો પંચ બોટલો મળી આવી હતી. કુલ 3,398 નંગ દારૂ-બીયરના બોટલ-ટીન જપ્ત કરાયા, જેની કિંમત રૂ. 4,33,505 આંકવામાં આવી છે. સ્વિફ્ટ કાર, બે મોટરસાયકલ સહિત 7.44 લાખનો મુદ્દામાલ જપ્ત દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી મારૂતી સ્વિફ્ટ કાર, બે મોટરસાયકલ, ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને રોકડા રૂ. 5,850 પણ કબજે કર્યા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 7,44,355 થાય છે. ચાર આરોપીઓની પૂછપરછમાં વધુ 8 આરોપીઓની સંડોવણી ખૂલી આ કાર્યવાહીમાં સુરેશભાઈ દેવાભાઈ દેસાઈ, રેવાભાઈ હુડીયાભાઈ દેસાઈ, સંજય ઉર્ફે સંજુ ઝીમનભાઈ સિંધે અને વણકરભાઈ રમણભાઈ માળવી એમ કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો પૂરો પાડનાર, ભરી આપનાર અને મંગાવનાર સહિત વધુ આઠ વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે. સુબીર પોલીસ મથકે કુલ 12 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar