Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

નવસારી LCBએ સિસોદરા બ્રિજ પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો:સ્વિફ્ટ કારમાંથી ₹2.55 લાખનો વિદેશી દારૂ જપ્ત; પોલીસે કારચાલકની અટકાયત કરી; 2 ઈસમ વોન્ટેડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 25, 2026 👁 4 views
નવસારી LCBએ સિસોદરા બ્રિજ પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો:સ્વિફ્ટ કારમાંથી ₹2.55 લાખનો વિદેશી દારૂ જપ્ત; પોલીસે કારચાલકની અટકાયત કરી; 2 ઈસમ વોન્ટેડ
નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ નેશનલ હાઈવે નંબર-48 પર સીસોદરા ગામ નજીકથી એક સ્વિફ્ટ કારમાંથી ₹2.55 લાખની કિંમતનો 1008 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત વિભાગના આઈજીપી પ્રેમ વીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલની સૂચનાથી LCB ટીમે બાતમીના આધારે નાકાબંધી કરીને આ કાર્યવાહી કરી હતી. પોલીસે વલસાડના 24 વર્ષીય કારચાલક પ્રિતેશ પુજારીની ધરપકડ કરી દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં દારૂ મોકલનાર અને ડિલિવરી લેનાર અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે. ચોક્કસ બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી કરાઈ LCB PI વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અને કોન્સ્ટેબલ અવિનાશસિંહને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતી સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો જઈ રહ્યો છે. જેથી ટીમે સીસોદરા ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવી હતી. કારમાંથી 1008 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો શંકાસ્પદ સ્વિફ્ટ કાર (GJ-15-CD-9878)ને રોકી તપાસ કરતા પાસ-પરમિટ વગરનો વ્હીસ્કી, વોડકા અને બીયર સહિત કુલ 1008 બોટલ દારૂ મળ્યો હતો. જેની કિંમત ₹2,55,360 થાય છે. પોલીસે કારચાલકની સ્થળ પરથી ધરપકડ કરી પોલીસે દારૂની હેરાફેરી કરનાર કારચાલક પ્રિતેશ શીવાભાઈ કિશનભાઈ પુજારી (ઉં.વ. 24, રહે. ઉમરસાડી, પારડી, જિ. વલસાડ)ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. દારૂ સપ્લાયર સહિત 2 આરોપીઓ વોન્ટેડ જાહેર તપાસ દરમિયાન દારૂનો જથ્થો મોકલનાર વિકાશ ઉર્ફે ભૈયો યાદવ (રહે. પારડી) અને નવસારીમાં માલ મેળવનાર અજાણ્યા ઈસમનું નામ ખૂલતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. કુલ ₹5.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો પોલીસે ₹2.55 લાખના દારૂ ઉપરાંત મારૂતિ સ્વિફ્ટ કાર અને એક મોબાઈલ ફોન મળીને કુલ ₹5,60,360નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan