crime
સુરેન્દ્રનગરમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપાઈ:ધારાડુગરી ગામની સીમમાંથી LCBએ ₹91 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ધારાડુગરી ગામની સીમમાં રાતડા તળાવના કાંઠેથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. પોલીસે કુલ ₹91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવાની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. HC વિજયસિંહ પરમાર અને PC કપિલભાઈ સુમેરાને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, આરોપીના કબજા ભોગવટામાંથી 375 લિટર દેશી દારૂ (કિંમત ₹75,000), 600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો (કિંમત ₹15,000), આથો ખેંચવા માટે વપરાતી મોટર (કિંમત ₹1,000), બે નળી, એક બાફણિયું અને બે પ્લાસ્ટિકના કેરબા સહિત કુલ ₹91,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે રણજીતભાઈ ઉર્ફે જીતો હનાભાઈ ચુ.કોળી (રહે. ધારાડુગરી, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી હાલ ફરાર છે. આ કામગીરીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા તથા સ્ટાફના HC અમરકુમાર ગઢવી, HC વિજયસિંહ પરમાર, HC જયપાલસિંહ રાઠોડ, PC કૃણાલસિંહ ઝાલા અને PC કપિલભાઈ સુમેરા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Read full article on Divya Bhaskar