business
LDC એ સૌરાષ્ટ્રના ગામોમાં 7500 ફેરોમોન ટ્રેપ્સનું વિતરણ કર્યું:ગુલાબી ઈયળ નિયંત્રણ માટે કપાસના ખેડૂતોને વિનામૂલ્યે અપાયા
લુઈસ ડ્રેફસ કંપની (LDC) અને શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ (SEST) દ્વારા સૌરાષ્ટ્રના તરઘરા, ગઢીયા, ચારણકિ, મુળધરાઈ અને જેસિંગપરા-અમરેલી (બોટાદ, અમરેલી જિલ્લા) ગામોમાં "પ્રોજેક્ટ જાગૃતિ" અંતર્ગત એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુલાબી ઈયળના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે લગભગ 7500 ફેરોમોન ટ્રેપ્સનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.ચાર વર્ષ પહેલા શરૂ કરાયેલ "પ્રોજેક્ટ જાગૃતિ" નો મુખ્ય ઉદ્દેશ્ય કપાસના ખેડૂતોમાં ગુલાબી ઈયળના જોખમો વિશે જાગૃતિ લાવવાનો અને ટકાઉ કપાસની ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રોજેક્ટ લુઈસ ડ્રેફસ કંપની ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા SEST સાથે મળીને ચલાવવામાં આવે છે. વર્કશોપ દરમિયાન, LDC એ પર્યાવરણની જાળવણી અને ટકાઉ ખેતી માટેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. કંપનીએ કપાસની થેલીની કીટ બનાવીને 7500 ફેરોમોન ટ્રેપ અને ગુલાબી ઈયળના સંકલિત જીવત નિયંત્રણ (PBW) માટે વિતરણ કર્યું.SEST ના ડાયરેક્ટર સંગીતાબેન દવેએ NGO ની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી, જેમાં BCI પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતાનો સમાવેશ થાય છે. SEST અમરેલી, બોટાદ અને ભાવનગરમાં 65,000 થી વધુ ખેડૂતો સાથે કાર્યરત છે. લુઈસ ડ્રેફસ કંપનીનું પ્રતિનિધિત્વ કરતા સચીનભાઈ સુતરીયાએ "પ્રોજેક્ટ જાગૃતિ" વિશે સમજૂતી આપી. તેમણે કપાસની ખેતીના મહત્વ અને ખેડૂતો તેમજ કાપડ ઉદ્યોગ બંનેના લાભ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા અને દૂષણ-મુક્ત કપાસને પ્રોત્સાહન આપવાના કંપનીના ઉદ્દેશ્ય પર ભાર મૂક્યો. વર્કશોપ દરમિયાન, સચીનભાઈ સુતરીયાએ ગુલાબી ઈયળના જીવનચક્ર અને ફેરોમોન ટ્રેપ્સ જેવા અસરકારક નિયંત્રણ પગલાં સમજાવ્યા. શિવપાલ સિંહે ગુલાબી ઈયળના વ્યવસ્થાપન પર પોતાના અનુભવો શેર કર્યા અને બોલગાર્ડ ટેકનોલોજીને ટકાવી રાખવા માટે કપાસની ટેકનોલોજી અને નિવારક પગલાં પર પ્રકાશ પાડ્યો. બી.આર. બલદાણીયાની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. તેમણે કપાસની ખેતી માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને સરકારી સહાયક યોજનાઓની ચર્ચા કરી, તેમજ LDC અને NGO તરફથી વધુ કૃષિ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપ્યું. તરઘરા અને ગઢીયા બંને ગામોના 350 થી વધુ ખેડૂતોએ આ વર્કશોપમાં સક્રિય ભાગ લીધો, જે આધુનિક તકનીકો અપનાવવા અને કૃષિ પદ્ધતિઓ સુધારવાની તેમની ઉત્સુકતા દર્શાવે છે. ATMA પ્રોજેક્ટમાંથી કનુભાઈ ખાચર અને નટુભાઈ રછડીયા પણ હાજર રહ્યા હતા. આ વર્કશોપની સફળ સમાપ્તિ સાથે, "પ્રોજેક્ટ જાગૃતિ" કપાસના ખેડૂતોને મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને અદ્યતન કૃષિ ઉકેલો સાથે સશક્ત કરવાનું ચાલુ રાખશે. લુઈસ ડ્રેફસ કંપની અને SEST ના સહયોગી પ્રયાસો આ પહેલની સતત સફળતા સુનિશ્ચિત કરે છે, જેનાથી ખેડૂતો અને કપાસ ઉદ્યોગ બંનેને મોટા પાયે ફાયદો થશે.
Read full article on Divya Bhaskar