Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

લીમખેડા પોલીસે દુઘીયા સરકારી દવાખાના પાછળ જુગાર રમતા 5 ઝડપ્યા:બાતમીના આધારે દરોડો પાડી રૂ 12,660નો મુદ્દામાલ જપ્ત કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 5, 2026 👁 5 views
લીમખેડા પોલીસે દુઘીયા સરકારી દવાખાના પાછળ જુગાર રમતા 5 ઝડપ્યા:બાતમીના આધારે દરોડો પાડી રૂ 12,660નો મુદ્દામાલ જપ્ત કર્યો
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો છે. સરકારી દવાખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે અચાનક દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પત્તા પાના વડે જુગાર રમી રહેલા 5 શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય મળી કુલ 12,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી લીમખેડા પોલીસ મથકના પીઆઈ એસ.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિતેશ કનુભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી હતી કે દુધિયા ગામે સરકારી દવાખાનાની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો રૂપિયાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમી સાચી જણાતા પોલીસ ટીમે તરત જ સ્થળ પર પહોંચી ચારે તરફથી ઘેરાબંધી કરી હતી. અચાનક પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, સતર્ક પોલીસે સ્થળ પરથી 5 લોકોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ગુમાન ચુનીલાલ ભાભોર, રમેશ સકુભાઈ ભુરીયા, દર્શન ગુમાન ભાભોર, મેહુલ બાબુભાઈ ભાભોર (તમામ રહે. દુધિયા) અને રાજેશ ખુરબન પરમાર (રહે. અંધારી કોતર ફળીયું)નો સમાવેશ થાય છે. પોલીસે તમામ શખ્સો પાસેથી અંગઝડતી અને દાવ પર મુકેલી રોકડ મળી કુલ 12,660 રૂપિયા રોકડા તેમજ ગંજીપાના કબજે લીધા હતા. જાહેર આરોગ્ય કેન્દ્ર જેવા સંવેદનશીલ સ્થળની પાછળ જ જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાનું સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે. હાલમાં લીમખેડા પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan