Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

લીંબડી સરકારી હોસ્પિટલમાં નર્સને થપ્પડ મારી:પોલીસે આરોપી પાસે હોસ્પિટલમાં જાહેરમાં માફી મંગાવી; CCTV ફૂટેજના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 2 views
લીંબડી સરકારી હોસ્પિટલમાં નર્સને થપ્પડ મારી:પોલીસે આરોપી પાસે હોસ્પિટલમાં જાહેરમાં માફી મંગાવી; CCTV ફૂટેજના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન ફરજ પર તૈનાત નર્સ સાથે એક શખ્સે અત્યંત તોછડાઈભર્યું વર્તન કરીને તેને થપ્પડ મારી દીધી હતી. હોસ્પિટલ પરિસરમાં મહિલા કર્મચારી સાથે થયેલી આ ગંભીર ગેરવર્તણૂકની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. આરોપી ભલાગામડાના દિવ્યરાજસિંહ રાણાની ધરપકડ નર્સ સાથે મારપીટ અને અસભ્ય વર્તન કરનાર શખ્સની ઓળખ ભલાગામડા ગામના વતની દિવ્યરાજસિંહ ગજેન્દ્રસિંહ રાણા તરીકે થઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી દિવ્યરાજસિંહની ધરપકડ કરી લીધી હતી. સરકારી હોસ્પિટલમાં સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો પોલીસ કાર્યવાહી માટે મુખ્ય આધાર બન્યા હતા. પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી ધરપકડ બાદ પોલીસ આરોપી દિવ્યરાજસિંહને સીધો જ લીંબડીની સરકારી હોસ્પિટલમાં લઈ આવી હતી. જ્યાં નર્સ તેમજ અન્ય હોસ્પિટલ સ્ટાફ અને લોકોની હાજરીમાં આરોપી પાસે પોતાની ભૂલ બદલ જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી. પોલીસે કાયદાનો ભય સ્થાપિત કરીને સરકારી હોસ્પિટલના સ્ટાફની સુરક્ષા અંગે કડક સંદેશ પાઠવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan