Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Limbdi: નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર કાર પર ટ્રક ચઢી ગયો, મોટી જાનહાનિ ટળી

📰 Sandesh 🕐 1 min read 📅 August 18, 2026 👁 2 views
Limbdi: નેશનલ હાઈવે ઓવરબ્રિજ પર કાર પર ટ્રક ચઢી ગયો, મોટી જાનહાનિ ટળી
સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર ધમધમતા લીંબડી નેશનલ હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક કાર અને ટ્રક વચ્ચે અચાનક જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે નિયંત્રણ ગુમાવી બેઠેલો ટ્રક સીધો કાર પર ચઢી ગયો હતો. લીંબડી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બનાવને પગલે અકસ્માતનો ધડાકો સાંભળી આસપાસના સ્થાનિકો અને હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.કાર પર આખો ટ્રક ચઢી જવાથી કારનો કુરચો બોલી ગયો હતો અને કારને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જોકે, કુદરતનો ચમત્કાર કહો કે સદ્ભાગ્ય, કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નહોતી. કાર સવારોનો ચમત્કારિક બચાવ અકસ્માતગ્રસ્ત વાહનો ઓવરબ્રિજ વચ્ચે જ રોડ પર આવી જતાં નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.ઘટનાની જાણ થતાં જ સંબંધિત પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.ક્રુઝ અને ક્રેન મારફતે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને પોલીસે વાહન વ્યવહાર પુનઃ સુચારૂરૂપે શરૂ કરાવ્યો હતો. આ પણ વાંચો: Ahmedabad: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકની ઉચ્ચ સ્તરીય બેઠક, 112 ઈમરજન્સી સેવા ઝડપી બનાવવા કડક સૂચનાઓ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan