top
LJIMBA Roadies 4.0માં 16 ટીમોએ ભાગ લીધો:ત્રણ દિવસના કાર્યક્રમમાં પરંપરાગત રમતો દ્વારા વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ કૌશલ્યો શીખ્યાં
એલજે ઇન્ટિગ્રેટેડ એમબીએના પાંચ વર્ષના કાર્યક્રમ દ્વારા ત્રણ દિવસીય LJIMBA Roadies 4.0 યોજાયો હતો. તેમાં 16 ટીમોએ વિવિધ રમતો અને પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ટીમવર્ક, નેતૃત્વ અને રમતગમતની આવડત દર્શાવવાની તક મળી. કાર્યક્રમની શરૂઆત ટીમ બનાવવાની પ્રવૃત્તિથી થઈ હતી. બીજા તબક્કામાં ક્વોલિફાયર રાઉન્ડ યોજાયો હતો. પ્રથમ દિવસે 3 Idiots in a Row, Mission Dupatta અને Pushpa – Jhukega Nahi, Baithhega રમતો યોજાઈ હતી. બીજા દિવસે ક્વોલિફાય થયેલી 12 ટીમોએ Langdi Ka Sultan, Ghajini Memory Challenge અને Dabangg Dice રમતોમાં ભાગ લીધો હતો. ત્રીજા અને અંતિમ દિવસે 6 ટીમો વચ્ચે Baahubali – The Rock Battle અને Lagaan – The Gilli Danda Challenge રમતો યોજાઈ હતી. ત્રણ દિવસની સ્પર્ધા બાદ Ziddi Squad વિજેતા બની હતી. Sholey Shares પ્રથમ રનર-અપ, Khatron Ke Khiladi દ્વિતીય રનર-અપ અને Singham Squad ચોથા સ્થાને રહી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ટીમવર્ક, સંકલન, નેતૃત્વ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવી હતી. પરંપરાગત રમતો દ્વારા તેમણે સાથે રમવાનું, એકબીજાને સહકાર આપવાનું અને નવી બાબતો શીખવાનું મહત્વ સમજ્યું.
Read full article on Divya Bhaskar